કચ્છ ભુજ ખાતે ગુરૂવારે વહેલી સવારે BSFની 79 બટાલિયનના અધિકારી અને જવાનો દ્વારા ભુજના હમીરસર તળાવની સફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત 79 બટાલિયન દ્વારા એક પખવાડિયા સુધી ભુજના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન કરવામાં આવશે.
ભુજ શહેરના હદય હમીરસર તળાવની સફાઈ કરવામાં આવી હતી. જેમાં અધિકારીઓ, 200 જેટલા જવાનો, 100 જેટલા કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ભુજ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ જોડાયા હતા.
ભુજ શહેરને સુંદર અને સ્વચ્છ રાખવા માટે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવા ઉપારંત જાહેરમાં કચરો ન ફેકવા અંગે BSF 79 બટાલિયન ભુજના અધિકારી રાજેન્દ્રસિંઘે લોકોને અપીલ કરી હતી.
ભુજ રેલવે સ્ટેશન ખાતે બટાલિયન નંબર 172 બટાલિયન નબંર 108 તથા 10777 આર્ટિલરી રેજીમેન્ટ દ્વારા સફાઈ અભિયાન આદરીને પ્રવાસીઓને પ્લાસ્ટીક મુકત દેશ માટે અપીલ કરી હતી. રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ, પાર્કિંગ, તથા રેલવે ટ્રેકની સફાઈ કરવામાં આવી હતી.