ETV Bharat / state

દરેક પરિસ્થિતિને પહોંચી વળવા BSF સજ્જઃ એસ.એસ.દેશવાલ - ચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ

કચ્છ સરહદની ત્રી-દિવસીય મુલાકાતે આવેલા BSFના મહાનિર્દેશક એસ.એસ. દેશવાલે શનિવારે ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ગત થોડા વર્ષોમાં BSFને ટેકનોલોજી સાધનો અને માળખાગત સુવિધાઓના મુદ્દે વધુ અપગ્રેડ કરી દેવાઈ છે. જેથી દેશની સલામતી અને સુરક્ષા માટે BSF કોઈ દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે.

ETV BHARAT
દરેક પરિસ્થિતિને પહોંચી વળવા BSF સજ્જઃ એસ.એસ.દેશવાલ
author img

By

Published : Jun 13, 2020, 3:33 PM IST

ભુજ: કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર દરિયાઈ ક્રિકની સુરક્ષાના મુદ્દે BSFના ડાયરેક્ટર જનરલે જણાવ્યું કે, સરહદની સુરક્ષા અને દેશની સલામતી માટે તમામ માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ છે. BSF તમામ પ્રકારના સાધનોથી સજ્જ છે અને ટેકનોલોજી સાથે સુરક્ષાની તમામ કામગીરી થઇ રહી છે. સરહદ ક્વિક રિસ્પોન્સ ટીમ સતત કામગીરી કરી શકે, તેવી પ્રોસેસ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત ગત 5 વર્ષની સરખામણીએ સરહદ પર સુરક્ષાના સાધનોમાં વધારો કરવામાં આવ્યો છે.

દરેક પરિસ્થિતિને પહોંચી વળવા BSF સજ્જઃ એસ.એસ.દેશવાલ

BSF પાસે દેશની 7,500 કિલોમીટરથી વધુ સરહદોની જવાબદારી છે. કચ્છ ગુજરાત અને રાજસ્થાનની ભૌગોલિક સ્થિતિથી અલગ છે, ત્યારે સ્માર્ટ ફેન્સીંગ સહિતના પગલા લેવાયા છે. આ ઉપરાંત કચ્છ સરહદને વધુ સુરક્ષિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સાથે જ અમૂક વિસ્તારોમાં માળખાગત સુવિધાના પ્રશ્નો છે, જે અંગે પણ કામગીરી ચાલી રહી છે.

ETV BHARAT
પત્રકાર પરિષદના મુદ્દા

DGએ વધુમાં જણાવ્યું કે, દળમાં પ્રમોશન અને રેન્કના મુદ્દે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તેનો અભ્યાસ ચાલુ છે. આ સાથે કોરોના જેવી મહામારીમાં વિવિધ જવાબદારીઓ વચ્ચે દળે પોતાની ફરજ નિભાવી છે. દળના 542થી વધુ જવાનો કોરોના સંક્રમિત થયા હતા. જો કે, તેમાંથી 450થી વધુ જવાનો સ્વસ્થ થઈ ગયા છે અને હાલ પોતાની ફરજ પર છે.

ETV BHARAT
સરહદની મુલાકાત

સુવિધા અંગે તેમણે જણાવ્યું કે, કચ્છ સરહદ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને તેને ધ્યાનમાં રાખીને સરહદની તમામ બીઓપી માટે રોડ સહિતની માળખાગત સુવિધાઓની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.