દેશવાસીઓ માટે એક ખુશીના સમાચાર છે. આપણું મીઠું હવે બ્રિટનમાં જઈ રહ્યું છે. દેશ પર પોતાની સતા સમયે જે બ્રિટને મીઠા પર કર મુકયો હતો અને ભારતીઓએ મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં દાંડીયાત્રા કરીને નિયમનો ભંગ કર્યો હતો. હવે આઝાદીના આટલા વર્ષો પછી બ્રિટનમાં આ મીઠાની ભારત નિકાસ કરી છે.
કચ્છમાં દેશની ખપતનું 80 ટકા મીઠુ પાકે છે. જેની નિકાસ અનેક દેશોમાં કરવામાં આવે છે પણ આંતરરાષ્ટ્રીય ગુણવત્તા સહિતના નિયમોના કારણે બ્રિટન સુધી આ મીઠું પહોચતું ન હતું. અંતે આ તમામ માપદંડો પુર્ણ કરી લેવાતા કચ્છના કંડલાના દિનદયાલ મહાબંદરાગાહેથી 10 ટન મીઠુ બ્રિટન પહોંચ્યું છે. જે ખાવાના ઉપયોગમાં લેવાશે. આ પછી પણ અન્ય કન્સાઈન્મેન્ટ રવાના કરાશે. ગાંધીધામના કિરણ બકુત્રા અને પાર્થ અગ્રવાલે આ નિકાસ કરી હતી.
બ્રિટનમાં મીઠાની નિકાસ એ બાબતની સાબિતિ છે કે જે દેશમાં ગુણવત્તાના આધારે નિકાસ નહોતી થતી તે દ્વાર હવે ખુલી જશે જેનો ફાયદો કચ્છના મીઠા ઉઘોગને મળશે, ત્યારે હવે મીઠાના ઉદ્યોગકારોની સરકાર પાસે મીઠા પરની એક્સપોર્ટ ડ્યુટી ઘટાડવાની માગ કરી રહ્યા છે. જેથી ઉદ્યોગને વધુ રાહત મળી શકે.