કચ્છ: વર્ષોના ઇંતેજાર બાદ આખરે નર્મદાનું પાણી કચ્છના માંડવી અને મુન્દ્રા તાલુકામાં પહોંચ્યા બાદ સ્થાનિક લોકો અને ખાસ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. માંડવી તાલુકાના દુર્ગાપુર અને બિદડા જેવા ગામો પાસે આવેલી કેનાલમાં પાણી આવતા (Narmada river water in Kutch) સમગ્ર ગામ કેનાલને જોવા પહોંચ્યુ અને નર્મદા મૈયાના દર્શન કર્યા હતા. ગ્રામજનોએ નર્મદાના નીરને નાળિયેર અર્પણ કરી વધામણાં કર્યા હતા. મુખ્યપ્રધાન સહિત અનેક લોકોએ સોશ્યલ મીડિયા પર વીડિયો શેર કર્યા હતા અને 12 કલાકની અંદર જ ફિયાસ્કો (Kutch Narmada canal Break ) થયો.
આ પણ વાંચો: કરી શકો તો મને ખોટી સાબિત કરો: મહુઆ મોઇત્રાનો ભાજપને પડકાર
ઉલ્લેખનીય છે કે, કચ્છ જેવા સૂકા પ્રદેશમાં દોઢ દાયકા પહેલાં અપાયેલો વાયદો આખરે પૂરો થતાં ખેડૂતોમાં ખુશી (Farmer happy for Narmada river water) જોવા મળી હતી. પ્રથમ વખત નર્મદાનાં નીર કેનાલ વાટે પહોંચતાં નાની ખાખરથી રાયણ સુધી કેનાલ ઉપર મોટી સંખ્યામાં નાગરિકો ઊમટયા હતા. ખેડૂતોમાં અનેરા આનંદની લાગણી જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુંદાલાથી ભુજપુર સુધી નહેરનું કામ પાંચ વરસથી અટકેલું હતું, પરંતુ વળતરના મુદ્દે આખરે નિર્ણય લેવાઇ જતાં પોલીસ રક્ષણ સાથે 8 કિ.મી.નું કામ માત્ર એક જ મહિનામાં પૂરું થયું હતું.
12 કલાકની અંદર જ કેનાલમાં પડ્યું ગાબડું: નર્મદાના નીર પહોંચ્યા 12 કલાકમાં જ માંડવીના બીદડા પાસે નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડ્યું. બીદડાના ભાનાતર વાડી વિસ્તારમાંમાં આવેલી નર્મદા કેનાલમાં ગાબડું (Big Gap in Narmada Canal) પડતાં ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસ્યા હતા. ગત મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં કેનાલમાં ગાબડું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આશરે બે દાયકાથી રાહ જોયા બાદ ગઈકાલે જ નર્મદાનું પાણી પ્રથમ વખત કેનાલ મારફતે માંડવી પહોંચ્યું હતું. નર્મદા કેનાલની કામની ગુણવત્તાને લઈને લોકોએ અગાઉ પણ રજુઆત કરી હતી, ત્યારે એક જ દિવસમાં કેનાલ તૂટતા કેનાલના કામમાં મોટા પાયે ભષ્ટાચાર આચરાયો હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરાઈ રહ્યો છે.
આ પણ વાંચો: ગંગામાં ડૂબી રહી હતી માં-દીકરી, ઝોનના સીઓએ લગાવી દીધી ડૂબકી
કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતોમાં રોષ: સરહદી જિલ્લા કચ્છને નર્મદાનું નિયમિત પાણી પહોંચાડતી 357 કિલોમીટર લાંબી નર્મદા કેનાલના નીર માંડવીના મોડકૂબા સુધી પહોંચાડવાની કામગીરી અંતિમ તબક્કે પહોંચી છે. હાલ મુખ્ય કેનાલમાં પાણી છોડાઈ રહ્યાં છે. દરમિયાન, માંડવીના બિદડા ગામ પાસે ગત રાત્રે મુખ્ય કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતોમાં રોષ છવાઈ ગયો છે. ગઈકાલે સાંજે પણ કેનાલ નીચેથી લીકેજ થતાં નર્મદા નિગમે તત્કાળ લીકેજ પૂરવા વ્યાયામ કરવો પડ્યો હતો.
મોટા ગાબડાં ભ્રષ્ટાચારની સાબિતી: કેનાલમાં થતાં લીકેજ અને મોટા મોટા ગાબડાં નબળી કામગીરી અને ભ્રષ્ટાચારની સાબિતી આપી રહ્યાં છે. બીજી તરફ, નર્મદા નિગમના અધિકારી એસ.બી. રાવે ખુલાસો કર્યો છે કે, હાલ માત્ર ટેસ્ટીંગ ખાતર પાણી છોડાયું છે. જ્યાં નબળી કામગીરી થઈ છે કે, લીકેજની સમસ્યા થાય છે, ત્યાં તત્કાળ સમારકામ કરાય છે. જો પાણી ફરી વળવાના કારણે કોઈ ખેડૂતનો પાક ધોવાઈ જાય તો નિયમ મુજબ તેને વળતર પણ અપાશે.