કચ્છઃ ભુજ મર્કેન્ટાઈલ બેન્ક અત્યારે ફિક્સ ડિપોઝિટ પર મહત્તમ 8.25 ટકા જેટલો વ્યાજ આપી રહી છે, આ સાથે રાજ્ય સરકારની યોજનામાં 8 ટકા વ્યાજમા આત્મનિર્ભર લોન સહકાર કરવા માટે કામગીરી શરૂકરી દેવાઈ છે. જેમાં 6 ટકા રાજ્ય સરકારની સહાય છે. આમ લોકોને ફક્ત 2 ટકા વાષિક વ્યાજ લોન પર ચૂકવવું પડશે.
પરંતુ હાલની પરિસ્થિતિમાં બેન્કના ધિરાણ પોલીસી અને બેન્ક ટાર્ગેટને જોતા બેન્કે નક્કી કરેલું ટાર્ગેટ તરત જ પૂર્ણ થઈ જશે. જેથી વહેલા તે પહેલા ના ધોરણે તરત અરજી પહોંચાડવા જનરલ મેનેજર સીએ મીત મોરબિયાએ જણાવ્યું હતું.
સભાસદોના માર્ગદર્શન માટે ચાર્ટ એકાઉન્ટની રુએ સ્મિત મોરબિયાએ તૈયાર કરેલી પ્રશ્નોત્તરી બેન્ક નોટિસ બોર્ડ પર વાંચવા મળશે. બેંક દ્વારા લોન સહાયના ખાતા NPA ન થાય તેની ખાસ કાળજી રખાશે. લોન મંજૂરી કરતી વખતે રી પેમેન્ટ કેપેસિટી અને લોન વસૂલાત માટેના એશિયનને પ્રાધાન્ય પાસે કેમ બેંક દ્વારા પત્રકારોને માહિતી આપવા સમયે જણાવ્યું હતું.