- કચ્છમાં મતદારો ભાજપ સાથે
- "ભાજપનો ભવ્ય વિજય થશે"-રાજકીય નિષ્ણાંતોની ભવિષ્યવાણી સાચી પડી
- કચ્છ બન્યું ભાજપનો ગઢ
કચ્છ: જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકોમાંથી ભાજપે 32 જ્યારે કોંગ્રેસે 8 બેઠકો પર વિજય મેળવ્યો છે. પાંચેય નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. ભુજ નગરપાલિકા, અંજાર નગરપાલિકા, મુન્દ્રા નગરપાલિકા, ગાંધીધામ નગરપાલિકા, માંડવી નગરપાલિકામાં ભાજપનો વિજય થયો હતો. 10 તાલુકા પંચાયતમાંથી 8 તાલુકા પંચાયતોમાં ભાજપનો વિજય થયો છે, જ્યારે અબડાસા અને લખપત તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય થયો હતો. કચ્છ જિલ્લાના મતદારોએ ભાજપ સાથે અડીખમ રહીને ફરીથી કચ્છને ભાજપનો ગઢ બનાવ્યો હતો.
- કચ્છમાં મંગળવારે જાહેર થયેલા પરિણામો
કચ્છની 5 નગરપાલિકાની કુલ 196 બેઠકમાંથી ભાજપનો 168 બેઠક પર વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસને માટે 28 બેઠકો જ મળી હતી.
નગરપાલિકા | ભાજપને મળેલ બેઠકો | કોંગ્રેસને મળેલ બેઠકો | કુલ બેઠકો | વિજેતા પક્ષ |
ભુજ | 36 | 8 | 44 | ભાજપ |
માંડવી | 31 | 5 | 36 | ભાજપ |
ગાંધીધામ | 47 | 5 | 52 | ભાજપ |
મુન્દ્રા | 19 | 9 | 28 | ભાજપ |
અંજાર | 35 | 1 | 36 | ભાજપ |
કચ્છની 10 તાલુકા પંચાયતની કુલ 204 બેઠકમાંથી ભાજપનો 144 બેઠક પર, કોંગ્રેસનો 58 બેઠક પર,આપનો 1 બેઠક પર અને અન્યનો 1 બેઠક પર વિજય થયો હતો. (ગાંધીધામ તાલુકા પંચાયતમાં આપને 1 બેઠક મળી તેમજ માંડવી તાલુકા પંચાયતમાં અન્યને 1 બેઠક મળી છે.)
તાલુકા પંચાયત | ભાજપને મળેલ બેઠકો | કોંગ્રેસને મળેલ બેઠકો | કુલ બેઠકો | વિજેતા પક્ષ |
ભચાઉ | 16 | 4 | 20 | ભાજપ |
ભુજ | 24 | 8 | 32 | ભાજપ |
ગાંધીધામ | 12 | 3 | 16 | ભાજપ |
લખપત | 7 | 9 | 16 | કોંગ્રેસ |
અબડાસા | 8 | 10 | 18 | કોંગ્રેસ |
રાપર | 21 | 3 | 24 | ભાજપ |
મુન્દ્રા | 10 | 8 | 18 | ભાજપ |
અંજાર | 15 | 5 | 20 | ભાજપ |
માંડવી | 17 | 2 | 20 | ભાજપ |
નખત્રાણા | 14 | 6 | 20 | ભાજપ |