- 50 લાખ લિટરની ક્ષમતાના પાણીના સમ્પનું કરાયું ભૂમિપૂજન
- જુદા જુદા 12 જેટલાં વિસ્તારોમાં મળશે પાણી
- આવતા ઉનાળા સુધીમાં પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જશે
- સમ્પ 2.5થી 3 માસમાં બની જશે
કચ્છઃ ભુજ નગરપાલિકા દ્વારા હિલગાર્ડન સામે આવેલી પોલીટેકનીક કોલેજની બાજુમાં 50 લાખ લિટરની ક્ષમતાના પાણીના સમ્પનું રવિવારે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ભૂમિપૂજનના કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી અને અન્ય કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. ડો. નિમાબેન આચાર્યના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ રાજકોટમાં આગામી ત્રણ દિવસ સુધી 10 જેટલા વૉર્ડમાં પાણીનો કાપ
સમ્પ બનાવવા જમીનની માંગણી કરવામાં આવી
સમ્પ બનાવવા જમીનની માંગણી કરવામાં આવી હતી. જેને મંજૂરી આપવામાં આવી હતી અને મંજૂર થઇ ગયા બાદ રકમ પણ ભરવામાં આવી હતી. 50 લાખ લીટરની ક્ષમતાનો પાણીનો સમ્પ અઢીથી ત્રણ માસમાં બની જશે. ભુજની પાણી સમસ્યા ઉકેલવા નવી રાવલવાડી રિલોકેશન સાઈટની મોટાભાગની વસાહતોને આવરી લેવાશે.
જુદા જુદા 12 જેટલાં વિસ્તારોમાં મળશે પાણી
સહયોગનગર, ઉમાનગર, કાળીતાસ, લાભ શુભ સોસાયટી, રોટરીનગર, નરસિંહ મહેતાનગર, રઘુવંશીનગર, વ્યાયામ શાળા વિસ્તાર આસપાસનો કોલોની વિસ્તાર, કૈલાશનગર, શ્યામજી કૃષ્ણ વર્મા હાઈટ્સ, સંસ્કાર નગર ઉપરાંત જૂની રાવલવાડી વિસ્તારની વસાહતોને પણ આવરી લેવાશે.
આ પણ વાંચોઃ ભાવનગરના છેવાડાના ભળેલા નારી અને અકવાડા ગામમાં પાણીની સમસ્યા
જૂની રાવલવાડી ટાંકો ઓછી ક્ષમતાનો હતો
જૂની રાવલવાડી પાસે 20 લાખ લિટર પાણીની ક્ષમતાનો ટાંકો છે. જે ટાંકામાંથી ટેન્કર દ્વારા પણ પાણી વિતરણ કરવામાં આવે છે. હજુ મુન્દ્રા રિલોકેશન સાઈટની વસાહતોને નર્મદાના પાણી પહોંચતા કરવા ચંગલેશ્વર પાસે સમ્પ બનશે. આ સિવાય અન્ય એક સમ્પ પણ બનાવવાનું આયોજન છે. આમ આવતા ઉનાળા સુધી પાણીની સમસ્યા ઉકેલાઈ જશે