ETV Bharat / state

Bhuj News : ભુજના 13 તળાવને સુરક્ષિત કરવા માગણી, ભવિષ્ય માટે તળાવોને પુનર્જીવિત કરવાનો સમય પાકી ગયો? - ભુજના 78માંથી 13 તળાવ બચ્યાં

ભુજ શહેરમાં જળવિતરણની જરુરુિયાત અને ઉપલબ્ધ જળસ્ત્રોતોની વચ્ચે ગુણોત્તરનું અંતર વધી રહ્યું છે. એકસમયે ભુજમાં 78 તળાવ હતાં અને હવે રેકોર્ડ બોલે છે તે પ્રમાણે 13 તળાવ બચ્યાં છે. એવામાં ભુજના તળાવોને પુનર્જીવિત કરવા જરૂરી છે. આ દિશામાં શું થઇ શકે તેની વિચારણા થઇ છે.

Bhuj News : ભુજના 13 તળાવને સુરક્ષિત કરવા માગણી, ભવિષ્ય માટે તળાવોને પુનર્જીવિત કરવાનો સમય પાકી ગયો?

author img

By

Published : May 11, 2023, 8:42 PM IST

પાણીની જરુરુિયાતનો વિચાર

કચ્છ : ભુજ શહેરમાં એક સમયે 78 જેટલા તળાવો હતાં. માનવસર્જિત ભૂલોના કારણે આજે માત્ર 38 તળાવો બચ્યાં છે.આમાં પણ રેકોર્ડ પર પણ તળાવ તરીકે ઉલ્લેખિત હોય તેવા તળાવની સંખ્યા સાવ ઓછી છે. ભુજ શહેરની વસ્તી અને પાણીની જરુરુિયાતનો વિચાર કરીને આગામી સમયમાં ભુજના તળાવોને સુરક્ષિત અને પુનઃજીવિત કરવા માટે પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

દૈનિક 45 MLD જરૂરિયાત : 70 વર્ષ પહેલાં ભુજની વસ્તી જ્યારે 25000 જેટલી હતી ત્યારે ભુજની આસપાસ 78 જેટલા તળાવ હતા અને જરૂરિયાત કરતાં પણ વધારે જળસંગ્રહ થતું હતું. જ્યારે આજે વસ્તીમાં 10 ગણો વધારો થયો છે ત્યારે માત્ર 13 જેટલા જ તળાવ બચ્યા છે. હાલમાં ભુજ શહેરની દૈનિક જરૂરિયાત 45 MLD પાણીની છે જેમાંથી 6 MLD જેટલું પાણી જળસંગ્રહમાંથી મળે છે જ્યારે 39 MLD પાણી નર્મદાનું વિતરીત થાય છે. પરિણામે ભુજ આયાતી પાણી પર નિર્ભર રહે છે. નર્મદાનું પાણી કોઈ કારણસર જે દિવસે વિતરણ નહીં થાય ત્યારે ભુજમાં પાણીની સમસ્યા સર્જાશે.

આ પણ વાંચોઃ

  1. Sabarkantha News : તળાવ ઊંડું કરવાના પ્રયાસથી મોતેસરી ગામે પાણી બચાઓ અભિયાન વરદાન સ્વરૂપ બન્યું
  2. હમીરસર તળાવની જેમ ભુજના ઉમાસર તળાવનું બ્યુટીફિકેશન કરાશે
  3. પ્રાગસર લેક ઉપર ફિશ માર્કેટ અને રેન બસેરા શરુ કરવાના પ્રપોઝલ ઉપર હાઇકોર્ટે લગાવી રોક

38 તળાવ બચ્યાં એમાં પણ 13 રેકોર્ડ પર : ભુજ શહેરમાં અગાઉ 78 જેટલા તળાવો હતાં. જેમાંથી હાલમાં માત્ર 38 તળાવ જ અસ્તિત્વમાં છે.38 જળાશયોમાંથી માત્ર 13 તળાવના જ 7/12 ના રેકોર્ડમાં તળાવ તરીકે નોંધાયેલા અને હયાત છે. બાકીના અમુક તળાવોમાં જળસંગ્રહ નથી થતો. ભુજમાં તમામ જળસ્ત્રોતોની જાળવણી કરવા સ્થાનિક સ્તરેથી કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે.

ઉકેલ માગતાં મુદ્દા
ઉકેલ માગતાં મુદ્દા

રેકોર્ડ પર હયાત જળાશયો : સરકારી ચોપડે નોંધાયેલા હયાત જળાશયોના નામની વાત કરવામાં આવે તો ઓલફ્રેડ હાઇસ્કુલની સામે હમીરસર તળાવ, ભીમરાવનગર, કોડકી રોડ પર આવેલ રોમાનિયા તળાવ,એરફોર્સ સામે ખાવડા રોડ પર ધુનારા તળાવ, એરપોર્ટ રોડ પાસે છછી તળાવ, નરનારાયણ નગર પાસે આવેલ ફાટેલ તળાવ,પોલિટેકનિક કોલેજની બાજુમાં ઉમાસર તળાવ, સંતોષીમા ના મંદિર પાસે જીવણરાય તળાવ, પોલીસ હેડ ક્વાર્ટરની સામે પ્રાગસર તળાવ, સરપટ દરવાજા પાસે ધબેરાઈ તળાવ, રેલવે સ્ટેશન અને સુરલભીઠ રોડ પાસે પશુરાઈ તળાવ, હરીપર સ્મશાનગૃહ પાસે મધુરાઈ તળાવ,કોવઈ નગર મુન્દ્રા રોડ પર નોઘરાઈ તળાવ, સુરલભીઠ ક્રોસ રોડ પર લખુરાઈ તળાવ આ 13 તળાવો હાલમાં હયાત છે.

ટાઉન પ્લાનિંગમાં વ્યવસ્થાની જરૂરિયાત : તળાવોની સંખ્યામાં ઘટાડો થતા જળસંગ્રહમાં પણ દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે લોકો પણ જળસ્રોત પર દબાણો કરી બેઠાં છે તો ગટરનાં પાણી આવતા અટકાવવા માટે પણ લોકોએ બાંધકામ કરી નાખ્યું છે તે અટકાવવા બાબતે જાગૃતિ કેળવવી જરૂરી છે જેથી જળસંગ્રહના સ્ત્રોતો છે તે ખૂટે નહીં.

ઉપરાંત તળાવો પાણીથી ભરાય એ માટે પાણીની તમામ આવને જીવંત કરવી જરૂરી છે અને આવને આદે આવેલ આડેધડ બાંધકામો દૂર કરવા જોઈએ.ટાઉન પ્લાનિંગમાં પણ ચેકડેમ પછી ભરાય અને પહેલાં તળાવ ભરાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ અને તળાવ નજીક બાંધકામના નિયમમાં પણ થોડા ફેરફાર કરવા અનિવાર્ય છે. કૃષ્ણકાંતભાઈ ચૌહાણ (જળસ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતિ)

તળાવોને પુનર્જીવિત કરવા જરૂરી : તળાવોને રિચાર્જ કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર ભાર મૂકવો જોઈએ. તેમજ ભવિષ્યમાં નર્મદા અને સરદાર સરોવર ડેમ આધારિત ન રહી શકાય કેમ કે એમાં પણ પાણીની કટોકટી વર્તાઈ રહી છે. માટે જળ અને વાયુમાં થતાં પરિવર્તન તેમજ પર્યાવરણ કટોકટી સામે ટકી રહેવા માટે ભુજના તળાવોને સૂચિત, સુરક્ષિત અને પુનર્જીવિત કરવા જરૂરી છે.

મોટાભાગના તળાવનું અસ્તિત્વ જોખમમાં : પર્યાવરણ સુરક્ષા સમિતિએ તંત્ર પત્ર લખી જણાવ્યું છે કે કચ્છ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડતો હોવાથી ભુજ અત્યંત જળસંકટ ગ્રસ્ત વિસ્તાર હોવાથી તંત્રએ ભુજના તમામ તળાવને પુનઃ જીવિત કરવા જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે. ભુજ શહેર પાણી સર્વધન માટે ઉતમ ઉદાહરણ પૂરું પાડે છે. હાલમાં વિકાસના નામે તળાવ ખતમ કરવામાં આવી રહ્યા છે.તમામ તળાવ અને પાણીની આવના રસ્તા ખુલ્લા કરવામાં આવેતો ભુજના 38 તળાવ ભૂજળ રીચાર્જ મજબુત કરવામાં ઉપયોગી સાબિત થઇ સકે તેમ છે. હાલમાં મોટા ભાગના તળાવનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે.

સરકારી ગ્રાન્ટ અનિવાર્ય : ભુજમાં હાલ એક જ તળાવ ઉપયોગમાં થઈ શકે તેવું હમીરસર તળાવ જ છે. બીજું ઉમાસર તળાવ છે પરંતુ તેનામાં મોટો ખર્ચો કરવો પડે તેમ છે તેને ફરી જીવિત કરવા પ્રયત્નો કરાયા હતા. ત્યારે તળાવને પુનઃ જીવિત કરવા સરકારી ગ્રાન્ટની માગણી પણ થઇ છે.

ઉમાસર તળાવમાંથી 22 કૂવાની આવ હમીરસરમાં આવે છે. તે આવનું બાંધકામ રાજાશાહી સમયમાં એવી રીતે કરવામાં આવ્યું છે કે જેમાં ઉનાળામાં પણ હમીરસર તળાવને છલકાતું રાખી શકાય. પરંતુ હમીરસરની આવને જ અવરોધ સર્જી દેવાયા છે. તળાવોને ફરીથી જીવંત કરવા માટે સરકાર પાસેથી મોટી ગ્રાન્ટ મેળવવી પડે તો જ તળાવો પાછા જીવતા થાય તેમ છે...ઘનશ્યામ ઠકકર (ભુજ નગરપાલિકાના પ્રમુખ)

રક્ષિત કરવાની માંગ : ભુજના તળાવને સુરક્ષિત અને પુનઃજીવિત કરવા માટે પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ભુજના હમીરસર તળાવના મહત્વને ધ્યાનમાં રાખીને જળ શક્તિ વોટર હેરીટેજ સાઈટ તરીકે જાહેર કર્યું છે. પરંતુ ભુજની આસપાસ આવેલા કેટલાક તળાવ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. હાલમાં 38 તળાવ પૈકી 27 તળાવ સરકારી ચોપડે પડતર જમીન તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવા તળાવોને સરકારી ચોપડે ચડાવીને રક્ષિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

જીવંત જળસ્ત્રોતનું ઉદાહરણ બની શકે : ઉલ્લેખનીય છે કે, 2002 ના હાઇકોર્ટના એક ચુકાદામાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કોઈપણ ગામ, નગર કે શહેરના વિકાસનું થતું ટાઉન પ્લાનિંગ ત્યાંની વોટર બોડીને કોઈ નુકસાન ન પહોંચે તેવી રીતે કરવું જોઈએ જેથી ભવિષ્યમાં જળસંગ્રહ મુદ્દે કોઈ સમસ્યા ઊભી ન થાય.ભુજવાસીઓ જાગૃત બની આગળ આવે તેમજ રેવન્યુ રેકોર્ડ પર દર્શાવેલા 13 તળાવને સુરક્ષિત કરે ભુજ જીવંત જળસ્ત્રોતનું ઉદાહરણ પૂરું પાડી શકે તેવી ક્ષમતા છે, ત્યારે નાગરિકોએ આગળ આવી તંત્રને રજૂઆતો કરવી પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.