કચ્છ: ભુજ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દર વર્ષે આ કામગીરી પાછળ 17થી 18 લાખનો ખર્ચો થતો હોય છે, પરંતુ આ વખતે સંસ્થા દ્વારા ટોકન ચાર્જથી 2 જેસીબી ફાળવ્યા છે. જેથી 7થી 8 લાખનો ખર્ચ બચાવી શકાશે. આગામી 1 મહિના સુધીમાં ભુજ શહેરમાં પ્રિમોન્સુન કામગીરી(Premonsoon operations in Bhuj ) પૂર્ણ કરવામાં આવશે. ભુજ નગરપાલિકા(Bhuj Municipality) દ્વારા 55 કિલોમીટરમાં વિસ્તરેલા ભુજમાં 35,000 રનિંગ મીટરમાં આવેલા વરસાદી નાળાની સફાઈ(Cleaning of Rainwater Drain) હાથ ધરાઇ છે.
સફાઈનું કામ શરૂ કરાયું છે - ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા અને ભુજ મતવિસ્તારના ધારાસભ્ય ડૉ. નિમાબેન આચાર્યના પ્રયત્નોથી આ વર્ષે સમસ્ત મહાજન જૈન સંઘ મુંબઈ(Mahajan Jain Sangh Mumbai) દ્વારા બે મહિના માટે બે જેસીબી ફાળવવામાં આવ્યા છે ઉપરાંત નગરપાલિકાના પાંચ ટ્રેક્ટર 20 સફાઈ કામદાર દ્વારા નાણા સફાઈનું કામ શરૂ કરાયું છે. આ આયોજનને પગલે આ વર્ષે સુધરાઈના 7થી 8 લાખનો ખર્ચ બચાવી શકાશે અને સફાઇ પણ યોગ્ય રીતે થશે.
આ પણ વાંચો: AMC Standing Committee Meeting: ખરેખર અમદાવાદીઓને આ વખતે વરસાદમાં નહીં પડે અગવડ, શું છે AMCની તૈયારી...
ગટરની ચેમ્બરોના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવશે - આ ઊપરાંત પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત આયોજનની ગ્રાન્ટમાંથી અંદાજે 15 લાખના ખર્ચે દેશલસર અને હમીરસર તળાવની આવમાં આવેલી ગટરની ચેમ્બરો(Gutter chambers) બહાર કઢાશે. જો બહાર કાઢવી શક્ય નહીં બને તો RCC સ્ટ્રક્ચર(RCC Structure) બનાવાશે તેમ જ અમુક જગ્યાએ ચેમ્બરને ઊંચાઈ આપવામાં આવશે આ કામ આવતા અઠવાડિયાથી શરૂ કરવામાં આવશે અને તળાવમાં આવતા ગટરના પાણીને અટકાવવામાં આવશે.
સોસાયટીમાં પાણી ન ભરાય તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે - ઉલ્લેખનીય છે કે, ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી પ્રિમોન્સુન કામગીરી(Bhuj Municipality premonsoon operations) અંતર્ગત 24 જેટલા કૂવાની આવની સફાઈ પણ પૂર્ણ કરવામાં આવી છે. ભાડા ના સહયોગથી ઉમાસર તળાવના ઓગનનું રિપેરીંગ(Repair of Ogan of Umasar Lake) કામ હાથ ધરાશે તેમજ સર્જન કાસા સોસાયટીની દીવાલને બદલે બોરીબંધ બનાવાશે જેથી સોસાયટીમાં પાણી ન ભરાય.
આ પણ વાંચો: રાજકોટ મનપા દ્વારા વરસાદ અગાઉ પ્રિમોન્સૂનની કામગીરી શરૂ
આગામી 15 દિવસમાં તળાવને સ્વચ્છ કરવામાં આવશે - આગામી 1 માસમાં નાળાનું સફાઈ કામ પૂર્ણ કરવામાં આવશે તેમજ દેશલસર તળાવમાંથી પાણી કાઢવાની કામગીરી પણ પૂર્ણતાને આરે છે અને આગામી 15 દિવસમાં તળાવ ખાલી થઈ જશે ત્યારબાદ કાદવ ઉલેચી કચરો દૂર કરી તળાવને સ્વચ્છ કરવામાં આવશે તેવું ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠકકરે જણાવ્યું હતું.