ETV Bharat / state

Kutch News: લાયન્સ હોસ્પિટલ કિડનીના દર્દીઓ માટે વરદાનરૂપ, 1.60 લાખ લોકોને નિઃશુલ્ક સારવાર કરાઈ - bhuj Lions kidney Hospital great work

LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલમાં 1.60 લાખ જેટલા નિ:શુલ્ક ડાયાલીસિસ તથા 37,000 જેટલા મોતિયાના ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યા છે. કિડનીના દર્દીઓ માટે વરદાનરૂપ આ હોસ્પિટલમાં 38 જેટલા ડાયાલિસિસ મશીનો કાર્યરત છે. ભુજના લાયન્સ પરીવાર દ્વારા જે રીતે નિ:શુલ્ક સેવાકાર્યો કરાઇ રહ્યા છે.

bhuj-lions-kidney-hospital-great-work-patients-more-than-1-lakh-60-thousand-free-treatment-was-provided

author img

By

Published : Jul 15, 2023, 12:24 PM IST

કચ્છ: ભુજની LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ છેલ્લાં 19 વર્ષોથી કાર્યરત છે. છેલ્લા 18 વર્ષોથી નિ:શુલ્ક ડાયાલીસિસ તથા આંખના ઓપરેશન સહિત અન્ય આરોગ્ય સેવા કચ્છવાસીઓને પ્રદાન કરીને ખરા અર્થમાં માનવતાની સેવા બજાવી રહી છે. અત્યાર સુધીમાં આ હોસ્પિટલમાં 1.60 લાખ જેટલા નિ:શુલ્ક ડાયાલીસિસ તથા 37,000 જેટલા મોતિયાના ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

નિ:શુલ્ક સેવાકાર્યો: સામન્ય રીતે જીવનમાં કોઇપણ રોગ થાય તો સમગ્ર જીવન ખોરવાઇ જતું હોય છે તથા કિડની ફેઇલ થવા જેવી બિમારીમાં પરિવાર ખુંવાર થઇ જતો હોય છે. ભુજના લાયન્સ પરીવાર દ્વારા જે રીતે નિ:શુલ્ક સેવાકાર્યો કરાઇ રહ્યા છે તે ખૂબ જ સરાહનીય છે. ખાસ કરીને લાયન્સ હોસ્પિટલમાં જે આરોગ્ય સુવિધાઓ છે તથા હોસ્પિટલમાં જે સ્વચ્છતા જોવા મળે છે તે પણ ખરેખર બિરદાવાલાયક છે.

ડાયાલિસિસની સારવાર નિઃશુલ્ક: હાલમાં કચ્છમાં કિડનીના રોગો વધી રહ્યા છે જે ખૂબ ચિંતાજનક વાત છે. આ રોગના નિદાન માટે થતી ડાયાલીસિસની સારવાર સામાન્ય વ્યક્તિ માટે ખર્ચાળ હોય છે જેથી કરીને લાયન્સ હોસ્પિટલમાં આ સારવાર દાતાઓના સહયોગથી નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. લાયન્સ હોસ્પિટલનો માનવતાની સેવા કરવામાં માને છે. લાયન્સ હોસ્પિટલ દ્વારા છેલ્લાં 18 વર્ષથી જુદાં જુદાં જાગૃતિ કાર્યક્રમો મારફતે તેમજ કેમ્પ દ્વારા મફતમાં સારવાર કરવામાં આવી રહ્યુ છે.

કિડનીના રોગોમાં વધારો: હાલમાં વધી રહેલી બીમારીનું કારણ એ છે કે આજે લોકોની અશુદ્ધ ખાન-પાન તથા જંકફુડની આદત થઇ ગઇ છે અને પરિણામે લોકો ગંભીર રોગનો શિકાર બને છે. લોકો બિમાર જ ન પડે તે માટે જીવનશૈલીમાં બદલાવ લાવવું તેમજ પૌષ્ટિક આહર ખાવું અનિવાર્ય છે. સાથે સાથે યોગ્ય રીતે નિયમિત પણે વ્યાયામ કરવો પણ જરૂરી છે.

'ડાયાલિસિસ ની સારવાર જેની કિડનીને નુકસાન પહોંચ્યું હોય તેવા લોકોને કરવી પડે છે. અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ સારવાર કરવી પડે છે.ડાયાલિસિસની એક વખત સારવાર કરવામાં 4 કલાકનો સમય લાગે છે. દર્દીની કિડનીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ સારવાર કરવામાં આવે છે.' -દશરથ કુમાર, ડાયાલિસિસ વિભાગના હેડ

'હાલમાં લાયન્સ હોસ્પિટલમાં 38 જેટલા ડાયાલિસિસ મશીન કાર્યરત છે. અહીં દરરોજ 70 જેટલા દર્દીઓ ડાયાલિસિસની સારવાર માટે આવે છે.કચ્છમાં ડાયાલિસિસ દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આ હોસ્પિટલમાં સારામાં સારી સારવાર આપવામાં આવે છે અને આ સારવારમાં ઉપયોગમાં લેવાતી તમામ સાધનસામગ્રી નો ઉપયોગ પણ એક જ વાત કરવામાં આવે છે અને સ્વચ્છતાનો પૂરો ધ્યાન રાખવામાં આવે છે.' -દશરથ કુમાર, ડાયાલિસિસ વિભાગના હેડ

38 ડાયાલિસિસ મશીન કાર્યરત: લાયન્સ હોસ્પિટલના ચેરમેન ભરત મહેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે," વર્ષે 2004ની અંદર આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી અને જાન્યુઆરી 2006ની અંદર આ લાયન્સ હોસ્પિટલની અંદર કચ્છનું સર્વ પ્રથમ કિડની ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હાથ. આજે આ હોસ્પિટલ 38 ડાયાલિસિસ મશીન ધરાવે છે અને આ ડાયાલિસિસ ડિપાર્ટમેન્ટની અંદર સમગ્ર કચ્છમાંથી અંદાજે 130 થી 150 દર્દીઓ લાભ લઈ રહ્યા છે."

1.60 લાખ ડાયાલિસિસ સારવાર પૂર્ણ: અત્યાર સુધીમાં 1.60 લાખ ડાયાલિસિસ સારવાર પૂર્ણ કરી શક્યા છીએ તો 37000 જેટલા મોતિયાના ઓપરેશન પણ નિઃશુલ્ક અહીં કરવામાં આવ્યા છે.દરેક ડાયાલિસિસના દર્દીઓને આ અગાઉ નડિયાદ અમદાવાદ કે રાજકોટ જવું પડતું હતું.હવે એ દર્દીઓને ક્યાંય જવું નથી પડી રહ્યું.હવે એમને ઘર આંગણે એટલે કે કચ્છના આંગણે આ સેવા મળી રહી છે.

હોસ્પિટલનું વાતવારણ શુદ્ધ: હોસ્પિટલમાં ડાયાલિસિસની સારવાર લઈ રહેલા દર્દી મનીષા ડાંગરે જણાવ્યું હતું કે, "હું છેલ્લાં 2 વર્ષથી લાયન્સ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવું છું. આ હોસ્પિટલમાં ઘણી બધી સારી સુવિધાઓ છે.અહીંનું વાતાવરણ પણ શુદ્ધ છે અને અહીઁ સ્વચ્છતાનો પણ પૂરો ધ્યાન રાખવામાં આવે છે.ઉપરાંત ડોકટરો અને અન્ય સ્ટાફ પણ ખૂબ જ સારો છે.અહીઁ નિઃશુલ્ક ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું છે ત્યારે ભુજમાં ડાયાલિસિસ માટે સારામાં સારી હોસ્પિટલ લાયન્સ હોસ્પિટલ છે."

  1. PMJAY Card In Gujarat : કાર્ડની મર્યાદા 10 લાખ કરાઈ, 16 મે 2023ના રોજ ETVએ રજૂ કર્યો હતો અહેવાલ, 11 જુલાઈથી લાગુ
  2. New Education Policy: ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓઓમાં લાગુ થશે નવી શિક્ષણનીતિ, પોસ્ટ ગ્રેજયુએટ માત્ર એક જ વર્ષ રહેશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.