ETV Bharat / state

ભૂજની જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલમાં વધુ રક્તદાન કરવા અપીલ કરાઇ - જનરલ સિવિલ હોસ્પિટલ

ભૂજમાં અદાણી સંચાલિત જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલમાં લોકડાઉન દરમિયાન ઈમરજન્સી કેસ આવતા હોવા ઉપરાંત કોરોના પોઝિટિવ કેસ પણ આવતા હોય છે. જેથી કોઈપણ ક્ષણે રક્તની આવશ્યકતા સર્જાય તેવા સંજોગો માટે તૈયાર રહેવા માટે હોસ્પિટલની બ્લડબેન્ક દ્વારા એક મહિનામાં 327 બેગ લોહી એકત્રિત કરવામાં આવ્યું છે. તેમજ લોકડાઉનના સમયમાંજી. કે. જનરલ સિવિલ હોસ્પિટલમાં વધુને વધુ રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ભૂજની જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલમાં વધુને વધુ રક્તદાન કરવા અપીલ કરાઇ

author img

By

Published : May 1, 2020, 7:38 PM IST

ભૂજ: ભૂજ સિવિલ હોસ્પિટલની બ્લડબેંકના હેડ ડો. જીજ્ઞાબેન ઉપાધ્યાય દ્વારા જણાવ્યા મુજબ સામાન્ય રીતે સ્થાનિકે (ઇન હાઉસ) અને જિલ્લામાં વિવિધ સ્થળોએ જુદી-જુદી સંસ્થાઓના સહકારથી લોહી એકત્રિત કરવામાં આવે છે. જો કે લોકડાઉનમાં આ વ્યવસ્થા શક્ય ન બનતા હોસ્પિટલમાં જ શક્ય એટલું બ્લડ કલેક્શન કરવામાં આવી રહ્યું છે, જેથી સ્થાનિક જરૂરીયાતને પુરી કરી શકાય.

ભૂજ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દી અને શંકાસ્પદ દર્દીઓના પણ અ સમયગાળામાં આવશ્યકતા મુજબ પાંચ બોટલ રક્ત ચડાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોટી આવશ્યકતા થેલેસેમીયાના દર્દીઓને પડતી હોવાથી 112 બોટલ લોકડાઉનના સમયગાળામાં બ્લડબેંક દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

હોસ્પિટલમાં આ બંને સિવાય પ્રસુતિ અને ઈમરજન્સી વિભાગમાં પણ એટલી જ જરૂરિયાત ઉભી થતી હોવાથી પ્રસુતિ વિભાગને 105 અને ઈમરજન્સી માટે તથા ડાયાલીસીસ કેમ્પ માટે 115 બોટલ રક્ત પૂરું પાડવામાં આવ્યું હતું. આમ, બ્લડબેંક દ્વારા એકત્રિત કરેલી 327 બોટલ દ્વારા 530 દર્દીઓને રાહત મળી હતી.

એક બેગમાંથી જરૂરિયાત પ્રમાણે કોમ્પોનેન્ટ મેળવી ચડાવવામાં આવે છે. એમ ડો. ખુશકુમાર ડાભીએ અને બ્લડબેંકનાં કાઉન્સેલર દર્શન રાવલે જણાવ્યું હતું. નવજાત બાળક માટે પણ એટલી જ તાકીદની વ્યવસ્થા તૈયાર રાખવી પડતી હોવાની સાથે તમામ આઈ.સી.યુ. માટે પણ બ્લડનો અનામત જથ્થો હોય તો કોઈપણ પરિસ્થતિને પહોંચી શકાય છે. રક્તદાન બાબતે લોકોમાં ક્રમશ જાગૃતિ આવી રહી છે અને હોસ્પિટલની બ્લડબેન્કમાં દૈનિક ધોરણે રકતદાતાઓ આવતા થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.