સમિતિના પ્રમુખ ઈબ્રાહીમ હાલેપોત્રાએ આ કાયદાને બંધારણની જોગવાઈઓથી વિપરીત ગણાવી લઘુમતી તરીકે કરાયેલી મુસ્લિમોની બાદબાકીનો વિરોધ કર્યો હતો. વિરોધ કાર્યક્રમમાં મુસ્લિમ આગેવાનો જુમાં રાયમાં આદમભાઈ ચાકી અમીરઅલી લોઢીયા ઈકબાલ મધરા તકીશા બાવા તેમજ દલિત અધિકાર મંચ ભીમ આર્મી સહિતના અન્ય સંગઠનો સમાજે પણ સમર્થન જાહેર કર્યુ હતું.
રેલીના અનુસંધાન પોલીસે સર્વત્ર લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો જોકે વિરોધ કાર્યક્રમ શાંતિમય રીતે સંપન્ન થયો હતો.આ રેલી ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ સ્વામિનારાયણ મંદિર રોડ પર થઇને કલેકટર કચેરીએ પહોંચી હતી.