ETV Bharat / state

ભુજ સિવિલ હોસ્પિટલમાં જન્મજાત ખામી ધરાવતા બાળકોનું ઓપરેશન કરવા લીલીઝંડી - ભુજ જી. કે સિવિલ હોસ્પિટલ

પાટનગર ભુજ ખાતે આવેલી અને અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલમાં જન્મથી જ સાંભળવાની ખામી ધરાવતા 0થી૬ વર્ષ સુધીના બાળકોનું વિનામુલ્યે સાંભળવાનું ઓપરેશન (કોક્લિયર ઇમ્પલાન્ટ) કરવાની મંજૂરી રાજય સરકારે આપી દેતા હવેથી આવી ખામી ધરાવતા બાળકોને ગાંધીનગર કે અમદાવાદ સુધી જવું નહીં પડે.

BHUJ NEWS
ભુજ સિવિલ હોસ્પિટલમાં જન્મજાત ખામી ધરાવતા બાળકોનું ઓપરેશન કરવા લીલીઝંડી
author img

By

Published : Dec 30, 2020, 9:48 AM IST

  • અમદાવાદ-ગાંધીનગરના ધક્કા બચશે
  • કચ્છમાં આવા ઓપરેશન પ્રથમ વખત થશે
  • 0થી૬ વર્ષ સુધીના બાળકોનું વિનામુલ્યે ઓપરેશન થશે

કચ્છઃ પાટનગર ભુજ ખાતે આવેલી અને અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલમાં જન્મથી જ સાંભળવાની ખામી ધરાવતા 0થી૬ વર્ષ સુધીના બાળકોનું વિનામુલ્યે સાંભળવાનું ઓપરેશન (કોક્લિયર ઇમ્પલાન્ટ) કરવાની મંજૂરી રાજય સરકારે આપી દેતા હવેથી આવી ખામી ધરાવતા બાળકોને ગાંધીનગર કે અમદાવાદ સુધી જવું નહીં પડે.

બાળકો ઓપરેશનથી વંચિત રહી જતાં હતા

હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિ. અને કાન, નાક, ગળા વિભાગના વડા ડૉ. નરેન્દ્ર હીરાણીના જણાવ્યા અનુસાર કચ્છમાં આવી સાંભળવાની ખામી ધરાવતા ઘણા બાળકો છે. પરંતુ નબળી આર્થિક પરિસ્થિતિ અથવા અમદાવાદ, ગાંધીનગરના ધક્કાથી બચવા બાળકો ઓપરેશનથી વંચિત રહી જતાં હતા. વળી, મોટા શહેરોની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશનનો ખર્ચ 8 થી 10 લાખ રૂપિયા થાય છે.

આરોગ્ય વિભાગે ખાસ કામગીરી કરી

આવી સ્થિતિમાંથી બહાર આવવા જિલ્લાનું વહીવટીતંત્ર સક્રિય થઈને આ પ્રકારનું ઓપરેશન કચ્છમાં ઘરઆંગણે જ થાય એ માટે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર ક્ન્નર, સિવિલ સર્જન ડૉ. કશ્યપ બુચ તથા ચીફ મેડિકલ સુપ્રિ. ડૉ.નરેન્દ્ર હીરાણીએ પ્રયાસો હાથ ધર્યા હતા. જેને રાજ્ય સરકારે સાનુકૂળ પ્રતિસાદ આપી ઓપરેશનને લીલીઝંડી આપી હતી. આ પ્રયાસમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી. સર્જન ડૉ. નિરજ સુરી પણ જોડાયા હતા.

પ્રથમ 10 બાળકો સારવાર માટે તૈયાર

હાલમાં જે બાળકોએ ગાંધીનગર ખાતે સાંભળવાની શક્તિ અંગે જે રિપોર્ટ કરાવ્યા છે. તેમને પણ આ ઓપરેશનમાં પ્રથમ તબક્કે સાંકળી લેવામાં આવશે. એક વખત ઓપરેશન શરૂ થયા પછી નિયત તબક્કે શસ્ત્રક્રિયા કરવામાં આવશે. રાજ્ય સરકાર અને જી.કે. જનરલ હોસ્પિટલના ઓડિયોલોજિસ્ટ હર્ષદ વાઘેલાએ કહ્યું કે, ઓપરેશન વિધિવત શરૂ કરવા 10 બાળકો પણ તૈયાર છે. અહીં ઉલ્લેખનીય છે કે, સાંભળવાનું ઓપરેશન કચ્છમાં ક્યાંય હાથ ધરાતું નથી. હવેથી સૌપ્રથમ વાર જી.કે.માં કરવામાં આવશે. અત્યાર સુધી આવા બાળ દર્દીઓને ગાંધીનગર રિફર કરવામાં આવતા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.