કચ્છ પશ્ચિમ કરછને જોડતો ભુજ-ભચાઉ રાજ્ય ધોરીમાર્ગ 42 ઉપરનો (Bhuj Bhachau State Highway 42) મુખ્ય ભુજોડી ઓવરબ્રિજનું થોડાક મહિનાઓ અગાઉ પૂર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ થોડાક મહિનાઓની અંદર જ ભુજોડી ઓવરબ્રીજ પર તિરાડો (over bridge road) સાથે સળિયા દેખાવા લાગ્યા છે. ઓવરબ્રિજ ઉપર સળિયા દેખાતા લોકો બ્રીજના નીચેથી જવાનો રસ્તો પકડ્યો છે.
બ્રિજની ગુણતાને લઈને અનેક સવાલો 75 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં 6 માસમાં તિરાડો પડી જતા ભુજોડી ઓવરબ્રિજ 75 કરોડના ખર્ચે અને એક દાયકાના સમય બાદ નિર્માણ પામેલ હતો. પરંતુ કચ્છનો અતિમહત્વનો ગણાતો આ ભુજોડી ઓવરબ્રિજ ઉપર હાલમાં મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે. ભુજોડી ઓવરબ્રિજના ઉદ્ઘાટનને હજુ છ માસ પણ નથી થયા અને ઓવરબ્રિજ પર તિરાડો અને સળિયા દેખાવા લાગ્યા છે. તેવા વિડિયો સોશિયલ મીડિયામાં (Kutch overbridge crack) વાયરલ થઇ રહ્યા છે. વિડિયો જોઈને લોકોએ બ્રિજની ગુણવાતને લઈને અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.
પુલ પર તિરાડો અને સળિયાઓ ઉલ્લેખનીય છે કે, પ્રથમ વરસાદમાં પણ આ પુલમાં પર મોટી મોટી તિરાડો પડી હતી, ત્યારબાદ ચાલુ વરસાદમાં રિપેર કામ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે તો સળિયાની નીચે એટલે કે પુલનો નીચેનો ભાગ પણ દેખાય છે. એ પ્રમાણમાં તિરાડો પડી છે અને સળિયા ખુલી ગયા છે. 1.5 કિલોમીટરરનો ઓવરબ્રિજ બનાવતા સરકારને દોઢ દાયકો લાગ્યો હતો અને 2 જૂનના ઉદ્ઘાટન પૂર્વ માર્ગ મકાન પ્રધાન પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં (Bhujodi over bridge construction) આવ્યું હતું.
રેલ્વે ઓવરબ્રિજની વિશેષતાઓ અંદાજિત 75 કરોડના ખર્ચે નિર્મિત આ રેલવે ઓવરબ્રિજ રાજ્યમાં અદ્યતન ટેકનોલોજીયુકત પેરામેશ વોલ એટલે પથ્થરની ગેબિયન વોલથી બનેલી સૌથી લાંબો અને ઊંચો રેલવે ઓવરબ્રિજ છે. આ બ્રિજ 1.5 કી.મી. લાંબો અને ચારમાર્ગીય છે તથા બ્રિજની મહત્તમ ઊંચાઈ 17 મીટર છે. જેના એપ્રોચીઝમાં અંદાજે 29,500 ઘન મીટર જેટલા પત્થરોનો ગેબીયન વૉલમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રિજના સ્ટ્રક્ચરની કામગીરી એટલે બ્રિજ પ્રોપરમાં RCC ના 3 ગાળાઓની કુલ લંબાઈ આશરે 61 મીટર છે. જેની ડિઝાઇન લાઈફ 100 વર્ષની છે. કચ્છ જિલ્લો ભૂકંપગ્રસ્ત ઝોન-5માં સમાવિષ્ટ હોય અને બ્રિજની અધિકતમ ઉંચાઈ 17 મી, થતી હોઈ આર.ઈ.વોલના પર્યાય સામે પેરામેશવોલ પધ્ધતિથી બ્રિજના એપ્રોચીઝનું બાંધકામ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો કચ્છમાં ભુજોડી ઓવર બ્રિજનું કામ ફરી શરૂ કરાયુ
કચ્છના પ્રવાસન ક્ષેત્રને ફાયદા આ ઉપરાંત કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદથી જોડાયેલ હોઈ સંરક્ષણ તેમજ વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ આ બ્રિજ થવાથી ફાયદો થશે. કચ્છના મુખ્ય મથક ભુજ તાલુકાને જિલ્લાના અન્ય તાલુકાઓથી તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓની જોડતા આ મહત્વના રેલવે ઓવરબ્રિજ થકી જીલ્લાના અંદાજે 7,00,000 લોકોને લાભ થશે. ભુજોડી ખાતે હયાત રેલવે લેવલ કોસીંગના લીધે થતો વિલંબ, ઈંધણનો દુર્વ્યય તેમજ લોકો અને પ્રવાસીઓને થતી અન્ય મુશ્કેલીઓનો હવે અંત આવશે. કચ્છના ધોરડો ખાતે સફેદ રણમાં દર વર્ષે રણોત્સવ ઉજવવામાં આવે છે જે વિશ્વ વિખ્યાત છે અને લાખો પ્રવાસીઓને આકર્ષે છે. તેથી આ નવનિર્મિત ભુજોડી ઓવરબ્રિજના લાભથી કચ્છના પ્રવાસન ક્ષેત્રને ફાયદા થશે.
ભ્રષ્ટાચાર કર્યા પછી પણ નબળી કોલેટી સ્થાનિક અગ્રણી અરજણ ભુડિયાએ જણાવ્યું હતું કે, આ બ્રિજ તૈયાર થઈ પ્રજાને ઉપયોગમાં આવ્યો. આવડો મોટો હેવી બ્રિજ બનતો હોય ત્યારે ગુણવતાનું અને લેબર કામ પર ધ્યાન રાખી સારા કામ થાય, વળી ક્યાંક એમાં અકસ્માત ન સર્જાય પણ આખરે જે વસ્તુનું ભવિષ્યમાં શંકા હતી, તે શંકા સાચી થઈ રહી છે. જે કામગીરી થઈ તે નબળી થઈ છે. ભ્રષ્ટાચાર તો છે જ પણ ભ્રષ્ટાચાર કર્યા પછી પણ આટલી બધી નબળી કોલેટી થઈ છે. એક દોઢ મહિનાની અંદર બ્રિજની હાલત નબળી પડી ગઈ છે. ગમે ત્યારે મોટો અકસ્માત થઈ શકે છે. સરકારને વિનંતી કરતા કહ્યું કે, કે કોઈ અકસ્માત ન થાય તે પહેલા કામગીરી થાય.
1000 વાણીજ્યક માલવાહક ભુજોડી રેલ્વે ઓવરબ્રિજ ભુજ ભચાઉ રાજ્ય ધોરીમાર્ગ, અંજાર- ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ જેવા અન્ય મુખ્ય માર્ગો જે કચ્છના મુખ્ય મથક ભુજને જિલ્લાના કંડલા, ગાંધીધામ જેવા પોર્ટ અને વ્યાપાર જગતના મહત્વના શહેરોને સાંકળતો એક અગત્યનો બ્રિજ છે. આ બ્રિજથી જિલ્લાના આશરે રોજના 1000 વાણીજ્યક/માલવાહક તેમજ ખનીજ વહન કરતા વાહનોને લાભ મળશે અને વ્યાપાર જગતને વેગ મળશે. તેમજ રોજના આશરે 13000 જેટલા પેસેન્જર વાહનોને પણ ફાયદો થશે. Bhuj Bhachau State Highway 42 Bhujodi overbridge cracks, overbridge cracks in gujarat, Overbridge in Gujarat, Bhujodi Overbridge Video