ભુજઃ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ડિઝાસ્ટર સંદર્ભે બે જુદા-જુદા સાધનો ફાળવ્યા છે. તેમાં 50 લાખની કિંમતનું લાઈફ ડિટેકશન મશીન છે. જે કાટમાળમાં દબાયેલી વ્યક્તિને તેના ધબકારા પરથી શોધી શકે છે.
કચ્છ જિલ્લામાં આ પ્રકારનું પ્રથમ મશીન હોવાથી આપત્તિના સમયે જે એજન્સીને આ મશીનની જરૂર હશે તેને ફાળવવામાં આવશે. 1.75 લાખની કિંમતનો victim લોકેટ મશીન પણ ફાળવવામાં આવ્યું છે. જેમાં 16 એલીડી છે જે 16 મીટરની રેન્જ ધરાવે છે.
આ મશીનની મદદથી કાટમાળ નીચે કોઈ વ્યક્તિ પાસે મોબાઇલ છે કે કેમ તે જાણી શકાશે. આ ઉપરાંત જેકેટ તબુ સહિતના અન્ય ઉપયોગી સાધનો પણ ફાળવાયા છે. કચ્છ સરહદી વિસ્તાર હોવાથી કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે એરપોર્ટ સજ્જ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ભુજ એરપોર્ટ અને બોમ્બ ડિસ્પોઝલની કીટ આપવામાં આવી છે. આગામી દિવસોમાં જિલ્લા કોઈ દુર્ઘટના અને કુદરતી આપત્તિ સમયે આ સાધનો ખૂબ જ ઉપયોગી સાબિત થશે.