ETV Bharat / state

અંજાર તાલુકાના તુણા પોર્ટ ખાતે માછીમારોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ - tauktae

તૌકતે વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા આગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. ત્યારે અંજાર તાલુકાના તુણા પોર્ટ વિસ્તારમાં તંત્ર દ્વારા માછીમારોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

અંજાર તાલુકાના તુણા પોર્ટ ખાતે માછીમારોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ

author img

By

Published : May 17, 2021, 2:33 PM IST

  • ગુજરાત પર "તૌકતે" વાવાઝોડાનું સંકટ
  • અંજાર તાલુકાના તુણા પોર્ટ પર તંત્ર દ્વારા કરાઇ કાર્યવાહી
  • આગામી 24 કલાકમાં વાવાઝોડુ વધુ મજબૂત બની શકે છે
  • 18થી 20મેના કચ્છના દરિયા કિનારા નજીક પહોંચી શકે છે
  • દરિયાકાંઠે NDRFની ટીમને તૈનાત કરાશે

કચ્છઃ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની આગાહીને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. સરકાર દ્વારા વાવાઝોડા સામે લડવાના તમામ પગલા લેવાઇ રહ્યા છે, દરિયાકાંઠે લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી દેવામાં આવી છે, સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અંજાર તાલુકાના તુણા પોર્ટ ખાતે માછીમારોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાની શકયતાને પગલે દ્વારકાના રૂપણ બંદર પર તંત્રએ સાવચેતીની સૂચના આપી

દરિયામાં ફસાયેલા માછીમારોને પણ પરત લાવવામાં આવી રહ્યા છે

દરિયામાં ફસાયેલા માછીમારોને પણ પરત લાવવામાં આવી રહ્યા છે. આ માટે દરિયાકાંઠે NDRFની ટીમોને તૈનાત કરવામાં આવશે. સ્થાનિક લોકોને સમયાંતરે વાવાઝોડા વિશે સૂચના આપવામાં આવી રહી છે.

વાવાઝોડું દરિયાઈ વિસ્તારના 123 જેટલા કાંઠાળ ગામોને અસર કરે તેવી સંભાવના

વાવાઝોડું કચ્છના 7 તાલુકાઓ ભચાઉ, ગાંધીધામ, અંજાર, મુન્દ્રા, માંડવી, અબડાસા અને લખપતના દરિયાઈ વિસ્તારના 123 જેટલા કાંઠાળ ગામોને અસર કરે તેવી સંભાવનાને પગલે આગોતરી તકેદારીના પગલા ભરાઈ રહ્યા છે. અગરિયાઓને પણ સલામત સ્થળે ખસી જવા સૂચના આપી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને લઈને ભરૂચના 30 ગામો એલર્ટ પર, અગરિયાઓનું સ્થળાંતર શરૂ કરાયું

જાણો શું કહ્યું પ્રાંત અધિકારીએ?

કંડલા સહિત તુણા પોર્ટ વિસ્તારમાં માછીમારોને સલામત જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને માછીમારોને વાવાઝોડા અંગે સ્થાનિક તંત્રએ સૂચનો પણ આપ્યા છે. કચ્છ જિલ્લામાં NDRFની બે ટીમ અને SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.