ETV Bharat / state

આકાશમાં દેખાઈ ખગોળીય ઘટના, લોકો થયા રોમાચિંત, જાણો વિગતે - Astronomical phenomena

૩ એપ્રિલના રોજ શુક્ર કૃતિકા નક્ષત્રની એકદમ નજીક આવતાં રમણીય દ્રશ્ય સર્જાયું હતું. કૃતિકાને અંગ્રેજીમાં સેવન સિસ્ટર્સ (સાત બહેનો) અને ખગોળની ભાષામાં પ્લીઅડીસ અથવા એમ-45 ના નામથી ઓળખવામાં આવે છે. આમ,તો શુક્ર દર વર્ષે કૃતિકા પાસેથી પસાર થાય છે. પરંતુ લગભગ આઠ વર્ષ બાદ તે કૃતિકાના તારક ઝૂમખાં ઉપરથી પસાર થયો હતો.

Etv BHarat, Gujarati News, Kutch News
આકાશમાં દેખાઈ ખગોળીય ઘટના
author img

By

Published : Apr 5, 2020, 9:39 PM IST

ભૂજઃ કચ્છમાં કોરોના લોકડાઉન વચ્ચે આકાશમાં ખગોળિય ઘટના નિહાળીને ખુ્લ્લા આકાશ નીચે બેઠેલા લોકોએ ખુશી અને રોમાંચનો અનુભવ થયો હતો. હાલ સૂર્યાસ્ત બાદ પશ્ચિમ આકાશમાં ખુબજ પ્રકાશિત શુક્ર બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. આકાશમાં આટલો ચમકતો પદાર્થ કયો છે તેવો સવાલ અનેક લોકોને થયો હતો.

Etv BHarat, Gujarati News, Kutch News
આકાશમાં દેખાઈ ખગોળીય ઘટના
સ્ટારગેઝિંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોરના જણાવ્યા પ્રમાણે ૩ એપ્રિલના રોજ શુક્ર કૃતિકા નક્ષત્રની એકદમ નજીક આવતાં રમણીય દ્રશ્ય સર્જાયું હતું. કૃતિકાને અંગ્રેજીમાં સેવન સિસ્ટર્સ (સાત બહેનો) અને ખગોળની ભાષામાં પ્લીઅડીસ અથવા એમ-45 ના નામથી ઓળખવામાં આવે છે. આમ,તો શુક્ર દર વર્ષે કૃતિકા પાસેથી પસાર થાય છે. પરંતુ લગભગ આઠ વર્ષ બાદ તે કૃતિકાના તારક ઝૂમખાં ઉપરથી પસાર થયો હતો. જેનો નઝારો કચ્છ ગુજરાતના ખગોળ રસિકોએ મન ભરીને માણ્યો હતો. વૃષભ રાશિમાં આવેલું કૃતિકા તારક ઝુંડમાં સાતથી આઠ તારાઓ નરી આંખે જોઈ શકાય છે. જ્યારે સામાન્ય દુરબીનથી ૩૦ જેટલા તારાઓ ખૂબ નજીક નજીક જોઈ શકાય છે. ૩ એપ્રિલના તારક ઝુંડમાંથી શુક્ર પસાર થયો ત્યારે ગાયોના ઘણ વચ્ચેથી ગોવાળિયો પસાર થતો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું! 400 પ્રકાશ વર્ષ દૂર આવેલું કૃતિકા નક્ષત્ર પૃથ્વીની સૌથી નજીકનું ક્લસ્ટર છે. હવે ધીમે ધીમે તે કૃતિકાથી દૂર થઈ રહ્યો છે છતાં દૂરબીન કે નાના ટેલિસ્કોપથી આ નઝારો હજી થોડા દિવસ જોવા મળશે. હવે પછી આવી ઘટના ઈ.સ. ૨૦૨૮મા જોવા મળશે.
Etv BHarat, Gujarati News, Kutch News
આકાશમાં દેખાઈ ખગોળીય ઘટના

લોક ડાઉનની પરિસ્થિતિમાં લોકો ભલે બહાર ક્યાંય જઈ શકતા ન હોય પરંતુ પોતાના ઘરની અગાશી કે બાલ્કનીમાંથી તારા અને ગ્રહોની સંંગાથે અવકાશી સફરનો આનંદ જરૂર લઈ શકે છે. ફોટોગ્રાફીની કામગીરી નિશાંત ગોર દ્વારા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.