ETV Bharat / state

કોરોનાકાળમાં દિવ્યાંગ કલાકારો આર્થિક ભીંસમાં મુકાયા - કળાકારો પર કોરોના કાળની અસર

સમગ્ર દેશમાં કોરોનાએ છેલ્લાં દોઢેક વર્ષથી પોતાનો કાળો કહેર વર્તાવ્યો છે અને કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો કેટલાય લોકોએ પોતાની નોકરી ધંધો ખોયો છે. આવો જ એક કચ્છનો યુવાન સુરેશ સોલંકી કે જે જન્મજાત બંને પગે દિવ્યાંગ છે અને વ્યવસાયિક રીતે ગાયક કલાકાર છે.

કોરોનાકાળમાં દિવ્યાંગ કલાકારો આર્થિક ભીંસમાં મુકાયા

author img

By

Published : May 31, 2021, 5:26 PM IST

  • કચ્છનો દિવ્યાંગ કલાકાર કોરોનાને લીધે આર્થિક મુશ્કેલીમાં
  • સુપ્રસિદ્ધ કલાકારો સાથે કામ કરી ચૂકેલા કલાકાર આજે નિઃસહાય
  • કોરોના મહામારીમાં ધંધો ગુમાવ્યો

    કચ્છઃ કોરોનાકાળ દરમિયાન તમામ કલાકારો તકલીફો વેઠી રહ્યા છે ત્યારે આ યુવાન સુરેશે પણ પોતાનો ધંધો ખોયો છે. સુરેશ વ્યવસાયિક રીતે ગાયકી ક્ષેત્રમાં જોડાયેલો છે તેને આ કોરોનાની મહામારીમાં પ્રતિબંધો અને નિયંત્રણો વચ્ચે પોતાનો ધંધો ગુમાવ્યો કોઈ પણ જાતના ગાયન કાર્યક્રમ કે લગ્ન પ્રસંગો માટેના ઓર્ડર નથી આવી રહ્યાં.

    સુરેશે સુપ્રસિદ્ધ કલાકારો સાથે કામ કર્યું છે

    સુરેશ ઓસમાણ મીર, કીર્તિદાન ગઢવી જેવા અનેક નામીઅનામી ગાયકો સાથે કામ કરી ચૂક્યો છે. ઓસમાણ મીર અને કીર્તિદાન ગઢવીને ગુરુ માની ગાયકી શરૂ કરનાર સુરેશ સોલંકીએ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પોતાની ગાયકીથી સારું એવું નામ કમાવ્યુ છે.
    જાણીતાં કલાકારો સાથે કામ કરતો ગાયક કલાકાર યુવક કોરોનાકાળમાં આર્થિક મુશ્કેલીમાં છે

પગથી ભલે લાચાર છું પણ ગાયકી ક્ષેત્રમાં આગળ વધીશ: સુરેશ

સુરેશ જણાવે છે કે પગથી ભલે લાચાર છું પણ મને ભગવાને સુંદર અવાજ આપ્યો છે જેનાથી હું ગાયકી ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છું.

લેણું અને ઘરનું ભાડું ચૂકવવા પૈસા નથી

હાલ કોરોના મહામારીમાં આ ગાયક કલાકાર ઘણી તકલીફો વેઠી રહ્યો છે ત્યારે આ કલાકારને રાશન મેળવવા તથા ઘરનું ભાડું ચૂકવવા આર્થિક મુશ્કેલીઓ આવી રહી છે. હાલમાં કચ્છ કલાકાર એસોસિએેશનના પ્રમુખ શૈલેષભાઈ જાનીએ પોતાના ગ્રુપ દ્વારા અલગ અલગ દાતાઓનો સંપર્ક કરતા તેને નાની નાની મદદ કરવામાં આવી રહી છે. સુરેશ પર 30થી40 હાજર રૂપિયાનું લેણું પણ ચડી ગયું છે અને તેની પાસે તો ઘરનું ભાડું ચૂકવવા પણ રૂપિયા નથી.

આ પણ વાંચોઃ કચ્છના કાળીતલાવડી ગામમાં રહેતા લોકોના મોબાઈલમાં પાકિસ્તાનના શહેરના ટાઇમઝોન તથા લોકેશન દેખાયા

જો તેને યોગ્ય મદદ કરવામાં આવશે તો તે પણ તે મદદમાંથી અન્ય કલાકારોની મદદ કરશે

ત્યારે હાલમાં મુંબઈના સંગીત કલાકારના સહયોગથી ગાંધીધામના ઝોરબા ધી બુદ્ધા ગ્રુપ દ્વારા મદદ કરાઈ રહી છે. જો તેને હજુ વધારે મદદ કરવામાં આવશે તો તે તેની જેવી પરિસ્થિતિ છે તેવા અન્ય કલાકારોની પણ મદદ કરશે.

જાણો શું કહ્યું સુરેશે?

નાનપણથી જ પગે વિકલાંગતા ધરાવતા હોવાથી સંગીત જ એકમાત્ર આજીવિકાનું સાધન બન્યું હતું પરંતુ હાલ દોઢેક વર્ષથી કોરોના મહામારીમાં કોઈ કાર્યક્રમ ન થતાં આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ છે અને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. માટે જો કોઈ મને મદદ કરશે તો મારું લેણું ચૂકવ્યા બાદ વધતી રકમમાંથી હું અન્ય કલાકારોને પણ મદદ કરીશ.

આ પણ વાંચોઃ દુનિયામાં વધતા કેન્સરના કેસોની વચ્ચે ઉજવવામાં આવી રહ્યો છે વિશ્વ તમાકુ નિષેધ દિવસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.