- આર્મીના જવાનોની બોટ પેટ્રોલીંગ દરમિયાન ઉંધી વળી ગઈ
- 6 જવાનોનો BSFના જવાનો દ્વારા આબદ બચાવ
- સીમા દળની ટુકડીને IG દ્વારા રોકડ પુરસ્કાર જાહેર
કચ્છ: આર્મીના જવાનો કોરી ક્રીકમાં સ્પીડ બોટ મારફતે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન દરિયો રફ થતાં અને પાણીમાં અચાનક વધારો થતાં સ્પીડ બોટ વજનમાં હલકી હોતા ઉંધી વળી ગઈ હતી અને તેમાં સવાર આર્મી (Indian Army)ના 6 જવાનો પાણીમાં પડ્યા હતા. આ દરમિયાન આ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલા BSFના પેટ્રોલીંગ કરતા જવાનોએ આ દ્રશ્ય જોતા તેમને સ્પીડ બોટથી જઈને બચાવ્યા હતા. અને બોટથી કિનારે લાવી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાયા હતાં.
BSFના જવાનો સમયસર બચાવ માટે પહોંચી જતાં મોટી દુર્ધટના બનતા અટકી
આ સમગ્ર ઘટનામાં આર્મીના એક જવાનના પેટમાં પાણી જતાં તેને સારવાર આપવામાં આવી હતી. BSFના જવાનો સમયસર બચાવ માટે પહોંચી જતાં મોટી દુર્ધટના બનતા અટકી હતી. BSF તરફથી જાહેર થયેલી સતાવાર યાદીમાં આ સમગ્ર ઘટના અંગે વિગત અપાઈ હતી. આ બચાવ કાર્યવાહી કરનારા પેટ્રોલીંગ પાર્ટીના કમાન્ડર ઇન્સ્પેક્ટર સંદીપને રૂપિયા 2,000 અને ટીમના દરેક સભ્યોને 1000 રોકડ પુરસ્કાર સીમા દળના ગુજરાતના વડા ઈન્સ્પેક્ટર જનરલ જી.એસ.મલિકે જાહેર કર્યા હતા.
આ પણ વાંચો: US આર્મી ખસવાથી કશ્મીરમાં આતંકી ઘૂસપેઠ વધવાનું જોખમ વધ્યું: 15મી કોર્પ્સ જીઓસી
આ પણ વાંચો: જામનગરમાં 25 જૂનના રોજ આર્મી રિક્રૂમેન્ટની લેખિત પરીક્ષા યોજાશે