સાંસદ વિનોદભાઇ ચાવડાના પત્ર વયવહાર તથા સ્થાનિક રજૂઆતને પગલે નાયબ મુખ્યપ્રધાન તથા માર્ગ અને મકાન પ્રધાન નિતિનભાઈ પટેલે કચ્છના રસ્તાઓ માટે 10 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે.
આ માર્ગોમાં ભુજ શહેર ભીડ નાકાથી સરપટ ગેટ મજબુતીકરણ માટે 150 લાખ, ભુજ રેલ્વે સ્ટેશન એપ્રોચ રોડ માટે 50 લાખ, પાનધ્રોથી નારાયણ સરોવર રોડ ખાસ મરામત માટે 2 કરોડ, શિરવા, મેરાઉ, ગોધરા, લાયજારોડ માટે 2 કરોડ, રાપર તાલુકાના ફતેહપર, આડેસર રોડ માટે 2 કરોડ તેમજ અંજાર તાલુકાના અંતરજાળ, કિડાણા, ભારપર, તુણા રોડ માટે 125 લાખ મંજૂર કર્યા છે.
જયારે, મોરબી સંસદીય મતક્ષેત્રમાં મોરબી સિટી લિમિટ રોડ, રાજકોટ સી.સી. રોડ અને જંકશન સુધારણા માટે 2 કરોડ રકમ ફાળવવામાં આવી છે.