- સીમા સુરક્ષા દળ દ્વારા વધારવામાં આવ્યો બંદોબસ્ત
- કાશ્મીરમાં હુમલાના નિષ્ફળ પ્રયાસ બાદ કચ્છમાં સુરક્ષા એજન્સીઓ એકશન મોડમાં
- આ એક રૂટિન એલર્ટની પ્રક્રિયા છે : ગુજરાત બીએસએફ મહાનિરીક્ષક
કચ્છઃ જમ્મુ અને ઉત્તર પ્રદેશમાં આતંકીઓ હુમલા કરવામાં નિષ્ફળ રહ્યા હોવાથી હવે દેશની રાજધાની દિલ્હીમાં હુમલો કરવાનું કાવતરું રચી રહ્યા છે, ત્યારે સ્વતંત્રતા દિવસ ( Independence Day ) પહેલાં દેશની બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી કચ્છની સરહદ ( Kutch Border ) પણ Alert મોડ પર મૂકવામાં આવી છે.. બીએસએફએ કચ્છ ( Kutch BSF ) બોર્ડર પર સુરક્ષા વધારી દીધી છે. આ સુરક્ષા 15મી ઓગસ્ટને પણ ધ્યાને રાખીને વધારવામાં આવી છે. 15મી ઓગસ્ટ સુધી કચ્છ સહિત ગુજરાતની બોર્ડર પર એલર્ટ જારી કરીને સુરક્ષા વધારવામાં આવી છે.
કચ્છની પાકિસ્તાનને જોડતી બોર્ડર પર સુરક્ષા વધારવામાં આવી કોસ્ટલ અને જમીની સરહદ પર સુરક્ષા વધારવામાં આવી હેડ કવાર્ટર પર મિનિમમ સ્ટાફ રાખવામાં આવશે. તમામ બટાલિયન બોર્ડર પર રવાના કરવામાં આવી છે.કોસ્ટલ અને જમીની સરહદ પર સુરક્ષા વધારવામાં આવી છે. દેશની સુરક્ષા માટે અતિ મહત્વની અને સંવેદનશીલ મનાતી કચ્છની બોર્ડર ( Kutch Border ) પર સુરક્ષા બંદોબસ્ત તહેનાત કરાયો છે. ભૂતકાળમાં પણ કચ્છની દરિયાઈ અને જમીની સીમામાંથી આતંકીઓની ઘૂસણખોરીના બનાવો બની ચૂકયાં છે. તો વર્તમાને પણ કચ્છની દરિયાઈ સીમા અને ક્રીક વિસ્તારમાંથી ચરસના પેકેટ મળવાના સીલસીલા જારી છે, તેની વચ્ચે કોઈ નાપાક ઘૂસણખોરી ન થાય અને દેશની સુરક્ષાને કયાંય આંચ ન આવે તે માટે સીમા સુરક્ષા દળ બોર્ડર પર Alert બની ગયું છે. સામાન્ય સંજોગોમાં પણ કચ્છની જમીની સીમા અને દરિયાઈ કાંઠાળ વિસ્તારમાં બીએસએફ, ( Kutch BSF ) કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત રહેતો હોય છે તેવામાં 15મી ઓગસ્ટ ( Independence Day ) નજીક છે અને કાશ્મીર પર થયેલા આતંકી હુમલાના નાકામ પ્રયાસ બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવવામાં આવી છે.
15મી ઓગસ્ટ સુધી બોર્ડર પર વધુ બંદોબસ્ત તહેનાત કચ્છની બોર્ડર ( Kutch Border ) પર Alert કરીને સુરક્ષામાં વધારો કરાયો હોવાની બાબતને ગુજરાત બીએસએફના ફ્રન્ટીયર આઈજી જી. એસ. મલિકે પણ સમર્થન આપ્યું હતું અને 15મી ઓગસ્ટ ( Independence Day ) સુધી સીમાઓ પર વધુ સતર્કતા પૂર્વક બંદોબસ્ત તહેનાત રહેશે અને આ એક રૂટિન એલર્ટની પ્રક્રિયા છે તેવું જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ કચ્છ BSF સંપૂર્ણ રીતે સજ્જઃ IG મલિક
આ પણ વાંચોઃ નખત્રાણા તાલુકામાં પવનચક્કીના વિવાદમાં મહંત પર થયો હુમલો, ગ્રામજનો પહોંચ્યા પોલીસ મથક