- કારમાં બનાવેલા ચોરખાનાંમાં દારૂ છુપાવવામાં આવ્યો હતો
- પોલીસે કુલ 2.62 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
- કારના જુદાં જુદાં ચોરખાનાંમાંથી દારૂની બોટલો મળી
ક્ચ્છ : મોમાઈમોરા નજીક કારમાં ચોરખાના બનાવી તેમાં દારૂ છુપાવવામાં આવ્યો છે તેવી બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી અને કારને પોલીસ મથકે લઇ જઇ તપાસ કરતાં બ્રેક લાઈટ પાસે અને પાછળના ભાગે જુદા જુદા ચોરખાના બન્યા હોવાનું જણાવ્યું હતું આ ચોરખાના માંથી દારૂની બોટલો નીકળી હતી.
પોલીસે 2.62 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
કારમાંથી વિદેશી દારૂની 108 બોટલ કિંમત રૂપિયા 91,800ની અને 180 એમએમના 96 કવાટરિયા કિંમત 21,160 મળી આવ્યો હતો આ ઉપરાંત પોલીસે કાર કિંમત 1,50,000મળીને કુલ 2,62,960 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ અંગે આગળ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : વાપીમાં પોલીસે કારમાં છુપી રીતે દારૂ લાવતા એક આરોપીની ધરપકડ કરી, 3 આરોપી વોન્ટેડ જાહેર