ETV Bharat / state

ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ બન્યા પછી ડો. નીમાબેન આચાર્ય પ્રથમ વખત ભૂજની મુલાકાતે આવ્યાં, કહ્યું, રાજકારણ સેવાનું માધ્યમ છે - Chief Minister Bhupendra Patel

તાજેતરમાં જ ભૂજ મત વિસ્તારનાં ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યની (MLA Dr. Nimaben Acharya) ગુજરાત વિધાનસભાના (Gujarat Legislative Assembly) અધ્યક્ષ પદે વરણી થઈ છે. ત્યારે અધ્યક્ષ બન્યા પછી તેઓ પહેલી વખત કચ્છના પ્રવાસે આવ્યાં હતાં. ત્યારે અહીં ભૂજમાં 200થી વધુ સંસ્થાઓએ તેમનું સન્માન કર્યું હતું. તેમણે આ સવિશેષ પદ મેળવીને સમગ્ર કચ્છને ગૌરવ અપાવ્યું છે.

ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ બન્યા પછી ડો. નીમાબેન આચાર્ય પ્રથમ વખત ભૂજની મુલાકાતે આવ્યાં, કહ્યું, રાજકારણ સેવાનું માધ્યમ છે

author img

By

Published : Sep 30, 2021, 10:44 AM IST

  • ભૂજમાં ગુજરાત વિધાનસભાનાં (Gujarat Legislative Assembly) નવનિયુક્ત અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યનો (MLA Dr. Nimaben Acharya) સન્માન સમારોહ યોજાયો
  • રાજ્યના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે ગુજરાત વિધાનસભાના (Gujarat Legislative Assembly) પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નામ અંકિત
  • આપણે સૌએ પોતાને મળેલી જવાબદારીના અનુરૂપ પ્રજાની સેવા કરવાની છેઃ ડો. નીમાબેન આચાર્ય

કચ્છઃ ગુજરાત વિધાનસભાનાં (Gujarat Legislative Assembly) અધ્યક્ષ તરીકે ડો. નીમાબેન આચાર્ય નિમાયા બાદ તેઓ પ્રથમ વખત ભૂજ આવ્યા હતા. આ તકે ભૂજના ટાઉનહોલમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 200થી વધુ વિવિધ સંસ્થાઓ, મંડળ, મહાજન, સમાજ, જ્ઞાતિઓ, રાજકીય તેમ જ સામાજિક અને આધ્યાત્મિક સંસ્થાઓ દ્વારા તેમનું પુષ્પગુચ્છ, હાર, શાલ અને મોમેન્ટો દ્વારા ઉત્સાહભેર ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

આપણે સૌએ પોતાને મળેલી જવાબદારીના અનુરૂપ પ્રજાની સેવા કરવાની છેઃ ડો. નીમાબેન આચાર્ય

સામાજિક અને રાજકીય અગ્રણીઓને વધુને વધુ લોકકલ્યાણ કાર્યો કરવા અપીલ કરી

આ પ્રસંગે સભાને સંબોધતા વિધાનસભાનાં અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ લોકોના વિશ્વાસ અને પ્રેમ બદલ આભાર વ્યકત કર્યો હતો. તેમ જ સામાજિક અને રાજકીય અગ્રણીઓને વધુને વધુ લોકકલ્યાણ કાર્યો કરવા અપીલ કરી હતી. રાજકીય કાર્યકર્તાઓએ કોઈ પણ અપેક્ષાઓ વિના શ્રેષ્ઠ કામગીરી કરતા રહેવું જોઈએ. રાજકારણ એ જરૂરિયાતમંદ લોકોની સેવાનું શ્રેષ્ઠ માધ્યમ છે.

આ વરણી કચ્છની અને તમામ મહિલાઓની જીત છે

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, તેમની આ વરણી સમગ્ર કચ્છની અને તમામ મહિલાઓની જીત છે અને સૌને તેનો આનંદ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કચ્છના જનપ્રતિનિધિઓને સાથે લઈને તમામ બાકી કામ ઝડપથી કરીશું અને અનેક નવા પ્રકલ્પો કચ્છ માટે લઇ આવવા પ્રયાસ કરવામાં આવશે.

રાજ્યના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે ગુજરાત વિધાનસભાના (Gujarat Legislative Assembly) પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નામ અંકિત

રાજકારણ સેવાનું માધ્યમ છે, પદ માટે સેવા કરતા નથી પણ પદ એ જવાબદારી છે

લોકોના પ્રેમ અને ઉત્સાહને વધાવતાં અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, પ્રજાના વિશ્વાસ અને પ્રેમના કારણે અમે સૌ એક વિશેષ પદને પામીએ છીએ ત્યારે પ્રજાનો વિશ્વાસ અને પ્રેમ એ સૌથી મોટી સિદ્ધિ છે. રાજકારણ સેવાનું માધ્યમ છે. આપણે પદ માટે સેવા કરતા નથી પણ પદ એ જવાબદારી છે, જે નસીબથી મળે છે પણ એથી આપણે સૌએ પોતાને મળેલી જવાબદારીના અનુરૂપ પ્રજાની સેવા કરવાની છે.

ભૂજમાં ગુજરાત વિધાનસભાનાં (Gujarat Legislative Assembly) નવનિયુક્ત અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યનો (MLA Dr. Nimaben Acharya) સન્માન સમારોહ યોજાયો

નર્મદાના એક મિલિયન એકર ફૂટ વધારાના પાણી ઝ્ડપથી કચ્છમાં મળે એવું કાર્ય કરાશે: ડો. નીમાબેન આચાર્ય

કચ્છમાં સૌથી પહેલા તો નર્મદાના એક મિલિયન એકર ફૂટ વધારાના પાણી ઝ્ડપથી કચ્છમાં મળે એવું અમે કચ્છના પ્રતિનિધિઓ સૌ સાથે મળીને કરીશું. આ તકે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) મહિલાઓની અમાપ અને અપાર શક્તિમાં વિશ્વાસ મૂકી રાજનીતિમાં મહિલાઓને આપેલી ઉચ્ચ પદની જવાબદારીઓ વિશે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, મહિલાઓની અમાપ શક્તિઓને રાજ્ય સરકાર પણ વિશેષ તકો આપે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના વિશ્વાસ પર આપણે ખરા ઉતરવાનું છે અને પ્રજાના કામકાજ કરવાના છે તેવું જણાવ્યું હતું.

જુદી જુદી સંસ્થાઓના તથા રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલ કારા, અગ્રણી કેશુ પટેલ, પૂર્વપ્રધાન તારાચંદ છેડા, ભૂજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, મંજુલા ભંડેરી, મુકેશ ચંદે, ગોદાવરી ઠક્કર, અનવર નોડે, બાલકૃષ્ણ મોતા, જયદીપસિંહ જાડેજા, આમદ જત, કિરણ ગણાત્રા, મુકેશ આચાર્ય, ધવલ આચાર્ય, અનિરુદ્ધ દવે, શીતલ શાહ, મહેન્દ્ર ગઢવી, પ્રફૂલ્લસિંહ જાડેજા, તાપસ શાહ, રણવીર સોલંકી, નવીન આઈયા સહિત વિવિધ સમાજ અને ભૂજના અગ્રણીઓ, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો- રાજ્યમાં પ્રથમ વખત મહિલા અધ્યક્ષ તરીકે ડો. નીમાબેન આચાર્યની કરાઇ નિમણૂંક

આ પણ વાંચો- Gujarat Assembly : વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ આજે 10 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.