ETV Bharat / state

Adani Vidya Mandir Mundra: મુન્દ્રામાં આવેલી અદાણી વિદ્યા મંદિરને મળી NABETની માન્યતા

author img

By

Published : Mar 26, 2022, 6:34 PM IST

મુન્દ્રામાં આવેલી અદાણી વિદ્યા મંદિર (Adani Vidya Mandir Mundra) ભદ્રેશ્વરને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગની માન્યતા મળી છે. AVMB એક અનોખી ગુજરાતી મીડિયમ વાળી કો-એજ્યુકેશન શાળા છે, જેની સ્થાપના જૂન 2012માં થઇ હતી. AVMB NABETની માન્યતા મેળવનારી ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન પહેલી શાળા છે.

Adani Vidya Mandir Mundra: મુન્દ્રામાં આવેલી અદાણી વિદ્યા મંદિરને મળી NABETની માન્યતા
Adani Vidya Mandir Mundra: મુન્દ્રામાં આવેલી અદાણી વિદ્યા મંદિરને મળી NABETની માન્યતા

કચ્છ: મુન્દ્રા ખાતે આવેલી અને અદાણી ફાઉન્ડેશન (adani foundation schools) દ્વારા સંચાલિત તેવી અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વર (Adani Vidya Mandir Mundra)ને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (nabet for schools)ની માન્યતા મળી છે. આ શાળા ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન શાળાઓમાંથી પહેલી શાળા છે જેને NABETની માન્યતા મળી છે. આ માન્યતા તેને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (quality council of india) દ્વારા આપવામાં આવી છે.

માછીમારો અને ગરીબ પરિવારોના બાળકોને મફત શિક્ષણ- અદાણી વિદ્યા મંદિર એક એવું સફળ મોડલ છે, જેને ફાઉન્ડેશને અન્ય સ્થળો પર પણ શરૂ કર્યું છે. AVMB એક અનોખી ગુજરાતી મીડિયમ વાળી કો-એજ્યુકેશન શાળા છે, જેની સ્થાપના જૂન 2012માં થઇ હતી. અહીં માછીમારો અને ગરીબ પરિવારોના બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન (Chairperson of Adani Foundation) ડૉ. પ્રીતિ ગૌતમભાઇ અદાણી દ્વારા આ શાળાના નિર્માણની સફર રાજ્યના સૌથી દૂર આવેલા વિસ્તારોમાંથી એકમાં શરૂ થઈ હતી.

શિક્ષણ પ્રક્રિયાઓમાં 360˚ફીડબેક મિકેનિઝમનું અમલીકરણ થયું.

આ એક ડે-બોર્ડિંગ શાળા છે- આર્થિક રીતે નબળા પણ પ્રતિભાવાન બાળકોને શિક્ષણનું એક આદર્શ મંદિર મળે તે હેતુથી તેની શરૂઆત કરવામાં આવી છે. આ એક ડે-બોર્ડિંગ શાળા (day boarding schools in mundra) છે, જ્યાં બાળકોને સવારનો નાસ્તો, બપોરનું ભોજન (પોષણયુક્ત આહાર), યુનિફોર્મ્સ, ટેક્સ્ટબૂક્સ, નોટબૂક્સ અને અન્ય શૈક્ષણિક સુવિધાઓ સાથે ગુણવત્તાભેર શિક્ષણ મફતમાં આપવામાં આવે છે.

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે શાળા- આ શાળા એક અત્યાધુનિક ઇમારત ધરાવે છે. સાથે જ અહીં પ્રેરણાદાયી પ્રવૃત્તિ કેન્દ્રો (Inspirational activity centers gujarat), સ્માર્ટ ક્લાસરૂમ, પુસ્તકાલય, કોમ્પ્યુટર અને વિજ્ઞાન પ્રયોગશાળા, આર્ટ અને ક્રાફ્ટ રૂમ, સંગીતનો રૂમ જેવી વિવિધ સુવિધાઓ છે. આ લીલાછમ્મ, સ્માર્ટ કેમ્પસમાં વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાને ઓળખી, એક સફળ જવાબદાર નાગરિક બનવા પ્રેરિત કરવામાં આવે છે.

આ પણ વાંચો: કચ્છના મુંદ્રામાં પ્રસ્તાવિત ઈન્ટરનેશનલ એરપોર્ટની કાચબા ગતિએ પ્રગતિ, જુઓ વિશેષ અહેવાલ..

શાળા માર્ગદર્શિકાને અનુસરવાનું શરૂ કર્યું- 2019-20માં કોરોના મહામારીની વચ્ચે AVMBએ NABETની માન્યતા મેળવવા માટે તૈયારી હાથ ધરી હતી. તેણે સિસ્ટમના તમામ પાસાઓને આવરી લેતી શાળા માર્ગદર્શિકાને અનુસરવાનું શરૂ કર્યું. શાળાના વિઝન અને મિશનને અનુરૂપ ગુણવત્તાના ઉદ્દેશ્યોને અનુકૂલિત કરવામાં આવ્યા. સાથે જ અસરકારકતા અને પારદર્શિતા લાવવા માટે વર્તમાન સિસ્ટમમાં ફેરફારો રજૂ કર્યા.

AVMB એક અનોખી ગુજરાતી મીડિયમ વાળી કો-એજ્યુકેશન શાળા.

ટીચિંગ-લર્નિંગ પ્રક્રિયામાં સંદર્ભીકરણ લાવવામાં આવ્યું- શિક્ષણ પ્રક્રિયાઓમાં 360˚ફીડબેક મિકેનિઝમનું અમલીકરણ થયું અને વાર્ષિક અભ્યાસક્રમ યોજના વિકસાવી, જેથી ટીચિંગ-લર્નિંગ પ્રક્રિયામાં સંદર્ભીકરણ લાવવામાં આવ્યું. ફેબ્રુઆરી 2022માં AVMBએ QCI દ્વારા નિર્ધારિત ધોરણોનું અમલીકરણ કરી ફાઇનલ અસેસ્મેન્ટ માટે તૈયારી કરી. AVMBએ માર્ચ 2022માં NABETની માન્યતા મેળવીને તેની શ્રેષ્ઠતા સાબિત કરી. શાળાએ તેના બધા જ સ્ટેકહોલ્ડર્સને તે વાતની ખાતરી આપેલી છે કે, આ શાળામાં મફત શિક્ષણ મળે છે અને તે દેશ દ્વારા નિર્ધારિત સર્વોચ્ચ ધોરણોને ધ્યાનમાં રાખી, શૈક્ષણિક અને માનવીય શ્રેષ્ટતાના પ્રતીકસ્વરૂપ સાબિત થશે.

આ પણ વાંચો: અદાણી ગ્રીન એનર્જીને SECIનો રૂપિયા 45,000 કરોડનો ઓર્ડર મળ્યો

વિઝન-મિશન તેમજ તેના ગુણવત્તા હેતુઓનું રિવ્યૂ- આ માન્યતાને મેળવવા સ્કૂલનું મેપિંગ અને તેના વિઝન-મિશન તેમજ તેના ગુણવત્તા હેતુઓનું રિવ્યૂ કરી અનેક બદલાવો લાવવામાં આવ્યા. જેમાં, શાળાની કાર્યપદ્ધતિમાં રાષ્ટ્રીય અભ્યાસક્રમ હેતુઓને કનસેપચ્યુઅલાઈઝ કરવું, ડેટા આધારિત પ્રતિસાદ વિશ્લેષણ દ્વારા શિક્ષણની ગુણવત્તા અને ધોરણમાં સુધારો, ટીચિંગ-લર્નિંગ પ્રક્રિયા અને અભ્યાસક્રમની અસરકારકતાના ધોરણ સ્થાપના, નેતૃત્વ અને સંચાલનની અસરકારકતામાં વધારો, વંચિત તેમજ સક્ષમ વિદ્યાર્થીની ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું, બાળકના વ્યક્તિત્વના તમામ પાસાઓને પૂર્ણ કરવા માટે અસરકારક વાર્ષિક અભ્યાસક્રમ યોજના બનાવમાં આવી, નવીનતમ પ્રેક્ટિસનું માપદંડ બનાવવું, પ્રમાણિત આરોગ્ય અને સલામતીનાં પગલાંનું પાલન કરી અને શાળાના SWOT વિશ્લેષણ દ્વારા જોખમ અને તકોને ઓળખવી જેવા બદલાવોનો સમાવેશ થાય છે.

નવીન પ્રથાઓના માપદંડ બનાવવામાં મદદ થઇ- શાળાના આચાર્ય લીલી સુકુમારન જણાવે છે કે, “NABET માન્યતા પ્રાપ્ત કરવાથી શાળાની સિસ્ટમ સંચાલિત થઇ છે. તેનાથી નવીન પ્રથાઓના માપદંડ બનાવવામાં મદદ થઇ છે. જેથી પ્રમાણિત આરોગ્ય અને સલામતીના પગલાંનું પાલન કરીને શિક્ષણની ગુણવત્તા અને ધોરણમાં સુધારો લાવવો શક્ય બન્યો છે.”

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.