ભુજ: આ ઘટનાની વિગતો મુજબ થોડા દિવસ અગાઉ સોશિયલ મિડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં આરોપી મનસુખ યુવતી સાથે દુષ્કર્મ આચરી રહ્યો છે અને માર મારી નાણાં પડાવી રહ્યો છે. આ ચકચારી ઘટનાનો વીડિયો ખુદ આરોપીએ જ વાયરલ કર્યો હતો.
આ વીડિયો સામે આવતાં જ વીડિયો કચ્છના એક વિસ્તારનું હોવાનું સામે આવ્યું છે. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી. વીડિયો સામે આવ્યા બાદ પરીવારજનોએ આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે ચાર ટીમો બનાવીને આરોપીની ધરપકડ કરી છે.