ETV Bharat / state

કચ્છ ડેન્ગ્યુના સકંજામાં, સરકાર અને સમાજ સાથે મળી ડેન્ગ્યુને નાથવાના કરાયા પ્રયત્નો

author img

By

Published : Nov 1, 2019, 10:29 PM IST

કચ્છઃ જિલ્લામાં વધતા જતાં ડેંન્ગ્યુ તાવના કિસ્સાઓ અને લોકોને લેબોરેટરી ટેસ્ટ અને મોંઘી દવાઓ-સારવાર સાથે હોસ્પિટલોમાં થતાં ધસારાંની પરિસ્થિતિને ધ્યાને લઇ ભૂજમાં વિવિધ નિદાન કેમ્પો વડે દર્દીઓ માટે સારવારની સુવિધા ઉભી કરાઈ છે. લોકભાગીદારી સાથે વિવિધ સમાજ, તંત્ર અને રાજકીય પ્રતિનિધિઓએ ભૂજના માધાપર ખાતે કેમ્પને ખુલ્લો મુકયો હતો.

કચ્છ ડેન્ગ્યુના સકંજામાં

ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ માધાપર ખાતે જૈન સમાજના સહયોગથી નિદાન કેમ્પને ખુ્લ્લો મુકયો હતો. જેમાં ડોકટરોની ટીમ દ્વારા દર્દીઓની તપાસ કરી દવા-સારવારની સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી. આ ઉપરાંત સામૂહિક આરોગ્ય સુવિધા પ્રાપ્ત કરાવવા સાથો-સાથ વિવિધ મેડીકલ ટીમોને કામે લગાડવા આયોજન ઘડાયું હતું. આ કેમ્પમાં લેબોરેટરીની સેવાઓ, વિનામુલ્યે દવાઓની સગવડ તથા ડેન્ગ્યુ તથા અન્ય તાવની સારવાર જેવી સગવડ ઉપલબ્ધ રાખવામાં આવી છે.

કચ્છ ડેન્ગ્યુના સકંજામાં, સરકાર અને સમાજ સાથે મળી ડેન્ગ્યુને નાથવાના કરાયા પ્રયત્નો

વધુમાં ડેંન્ગ્યુ ચોકકસથી મટી શકે છે અને લોકોને ગભરાવવાની જરૂર નથી, તેમ જણાવતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કન્નરે જણાવ્યું હતું કે, ડેંન્ગ્યુ તાવની સારવાર માટે કોઇ દવા અથવા રસી ઉપલબ્ધ નથી, જે વ્યકિત ડેંન્ગ્યુથી પીડાતા હોય તેમ તેમણે તાવ ઉતારવા પેરાસીટામોલ ટેબલેટ લેવી જોઇએ, પરંતુ એસ્પીરીન કે બ્રુફેન ટેબલેટ ન જ લેવી, આરામ કરવો જોઇએ સાથે પ્રવાહી, ડોકટરની સલાહ લેવી જોઇએ અને ડોકટરની સલાહ લીધા બાદ મોટા ભાગના ડેંન્ગ્યુના દર્દીઓ ઘરે સારવાર લઇ શકે છે, તેમ વધુમાં જણાવ્યું છે.

મોરબી લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડાએ મીરઝાપર સ્થિત હોસ્ટેલ ખાતે ૫૦થી ૬૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં અદાણી હોસ્પિટલ કે તબીબી મંડળના ડોકટરોની ટીમ સાથે ડેંગ્યુ તાવના દર્દીઓ માટે સારવાર કેમ્પ ઉભો કરાશે તેવુ જણાવ્યું હતું.

ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ ઘરે-ઘરે ડેંગ્યુથી બચવાના ઉપાયોની પત્રિક વહેંચી જાગૃતિ વધારવા વિવિધ જ્ઞાતિની સમાજવાડી, પાર્ટી પ્લોટ જેવા સ્થળોએ સામૂહિક આરોગ્ય સુવિધા પૂરી પાડવા અને રાહતદરની જેનરીક દવાઓ ઉપલબ્ધ કરાવવાથી લોકોને રાહતરૂપ થશે તેમ જણાવ્યું હતું. આ મેડીકલ કેમ્પ રાખી ડેંગ્યુની સારવાર-દવા ઉપલબ્ધ કરાવાય તો લોકોને થતાં વધારાના ખર્ચમાં અને ચિંતામાં ઘણી રાહત મળી રહે તેવું માનવતાનું વલણ જરૂરી હોવાનું જણાવાયું હતું.

Intro:script wrap thi mokleli chi

Body:script wrap thi mokleli chi

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.