ETV Bharat / state

ભુજના દેશલપર વાંઢાય ગામમાં અત્યાર સુધી કુલ 430 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - કોરોના મહામારી

વૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર રાજ્યની સાથે સાથે કચ્છમાં પણ કાળો કેર વર્તાવ્યો છે. હવે જ્યારે કોરોનાની બીજી લહેરની અસર ગામડાઓમાં પણ પ્રવર્તી છે, ત્યારે આજે આપણે વાત કરીશું કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના દેશલપર વાંઢાય ગામની કોરોનાની પરિસ્થિતિ અંગેની.

ભુજના દેશલપર વાંઢાય ગામમાં અત્યાર સુધી કુલ 430 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

author img

By

Published : May 14, 2021, 8:51 PM IST

  • દેશલપર વાંઢાય ગામમાં દરરોજના 10થી 12 કેસો નોંધાયાં
  • ગામના લોકો ઓક્સિજનની સુવિધાથી વંચિત
  • દેશલપર વાંઢાય ગામમાં 430 કેસો નોંધાયા, 12 લોકોના મોત
  • લોકડાઉનને પગલે ગામમાં કેસો ઘટ્યાં

    કચ્છઃ ભુજથી 25 કિલોમીટર દૂર આવેલા દેશલપર વાંઢાય ગામમાં કુલ 5000ની વસતી છે. અહીં અત્યાર સુધી કુલ 430 કેસો નોંધાયા છે અને જેમાંથી 12 લોકોનું મૃત્યુ થયું હતું.ગામમાં શરૂઆતના સમયમાં રોજના 10થી 12 પોઝિટિવ કેસો નોંધાતા હતાં. ત્યાર બાદ ગામમાં લોકડાઉન કરવામાં આવતા હાલમાં છેલ્લા બે દિવસથી ગામમાં કોઈ કોરોનાના પોઝિટિવ કેસ આવ્યાં નથી.
    દેશલપર વાંઢાયમાં રોજના 10થી 12 પોઝિટિવ કેસો નોંધાતા હતાં

    ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોવિડ કેર સેન્ટર બંને ઉપલબ્ધ

    દેશલપર વાંઢાય ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જેમાં પૂરતો સ્ટાફ કાર્યરત છે અને ખૂબ મહેનતથી લોકોની સારવાર કરી રહ્યું છે. લોકોના ઘેરઘેર જઈને લોકોની તપાસ પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગામની શાળાઓમાં કોવિડ કેર સેન્ટર પણ ઊભા કરવામાં આવ્યા છે.

    ગામના લોકો ઓક્સિજનની સુવિધાથી વંચિત

    દેશલપર વાંઢાય ગામમાં જે કોઈને ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવે છે તેમને હોમ કવોરન્ટાઇન કરવામાં આવે છે અને કાં તો કોવિડ કેર સેન્ટર ખસેડવામાં આવે છે અને સારવાર આપવામાં આવે છે. પરંતુ ગામના લોકો ઓક્સિજનની સુવિધાથી વંચિત છે. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખે પીએચસીની મુલાકાત દરમિયાન ઓક્સિજનની સુવિધા પૂર્ણ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
    કોરોનાની બીજી લહેરની અસર ગામડાઓમાં પણ પ્રવર્તી છે

    સરપંચ દ્વારા ગાઈડલાઈનનું પાલન કરવા તથા સાવચેતી રાખવા લેવાયા પગલાં

    ગામના યુવા સરપંચ મનીષાબેન દ્વારા દેશલપર ગામમાં કોરોનાનો સંક્રમણ અટકાવવા માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત માસ્કના ઉપયોગ માટે તથા સોશિયલ ડિસ્ટન્સ રાખવા પણ સૂચનો કરવામાં આવી રહ્યા છે. ગામને સેનેટાઈઝ કરવામાં પણ આવી રહ્યું છે અને લોકડાઉન પણ કરવામાં આવી રહ્યું છે.

    ગામના 45 વર્ષથી વધુ વયના 500 લોકોનું રસીકરણ પૂર્ણતાના આરે

    ગામમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોના કોરોના રસીકરણ અંગેના બંને ડોઝ પૂર્ણ થવા આવ્યાં છે. આ ઉપરાંત ગામમાં 45 વર્ષથી વધુ વયના 500 જેટલા લોકોએ રસીકરણનો લાભ લીધો હતો.

આ પણ વાંચોઃ કોરોના સામે લડવામાં ગામે ગામ આશાવર્કરોનું પણ મહત્વનું યોગદાન

જાણો શું કહ્યું ગામના સરપંચે

Etv Bharat સાથે વાતચીત કરતા ગામના સરપંચ મનીષાબેન ભગતે જણાવ્યું હતું કે, આ મહામારીમાં અમારો ગામ ભોગ બન્યું છે એનું અમને દુઃખ છે.ગામમાં 9 દિવસ સુધી દરરોજા એક મૃત્યુ થતું હતું ત્યાર બાદ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો. જેને પગલે ગામમાં છેલ્લા બે દિવસથી કોઈ પણ કેસ નોંધાયો નથી.

આ પણ વાંચોઃ કોરોનાની બીજી લહેરની સામે માનવી બન્યો લાચાર, પત્તાના મહેલની જેમ ભાંગી રહ્યા છે પરિવાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.