ETV Bharat / state

Kutch News: કચ્છના ઘુડખર અભ્યારણમાં ગેરકાયદે મીઠાની ખેતી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં કરાઈ અરજી - Illegal salt cultivation

કચ્છના ઘુડખર અભ્યારણ્યમાં ચાલતા ગેરકાયદેસર ખનન અને મીઠાના ખેતી મુદ્દે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. પર્યાવરણની રક્ષા અને ઘુડખર ના રક્ષણ માટે ગેર કાયદેસર ખનન રોકવાની માંગ આ અરજીમાં કરવામાં આવી છે.

Kutch News: કચ્છના ઘુડખર અભ્યારણમાં ગેરકાયદે મીઠાની ખેતી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં કરાઈ અરજી

author img

By

Published : Mar 17, 2023, 2:00 PM IST

કચ્છ: કચ્છના નાના રણમાં આવેલા ઘુડખર અભ્યારણમાં ગેરકાયદેસર રીતે ચાલતા મીઠાના ખનનને બંધ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. પર્યાવરણની રક્ષા અને ઘુડખરના રક્ષણ માટે આ અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીના પગલે હાઇકોર્ટે રાજ્યના ચીફ સેક્રેટરી વન અને પર્યાવરણ વિભાગ અને મહેસુલ વિભાગને નોટિસ ફટકારી છે.

આ પણ વાંચો: Rajkot Crime : ફ્લાઈટમાંથી મોબાઈલ ચોરી કરનાર શખ્સને પોલીસે દબોચ્યો

મીઠાની ખેતી પર પ્રતિબંધની માંગ: કચ્છના નાના રણમાં મીઠાની ખેતી પર પ્રતિબંધની માંગ સાથે પીઆઈએલ કરવામાં આવી છે. આ અરજીમાં કચ્છના નાના રણમાં આવેલા અભ્યારણમાં ચાલતી મીઠાની ખેતીના લીધે ભારે નુકસાન થઈ રહ્યું છે. મીઠાની ખેતીથી પર્યાવરણીય સંતુલનને ખલેલ પહોંચાડવામાં આવી રહ્યું છે. આ સાથે જ ઘુડખરોને અને તેમના આસપાસના રહેણાંકના વિસ્તારને પણ ગંભીર રીતે જોખમમાં મૂકવામાં આવી રહ્યું છે.

પર્યાવરણીય સંતુલનને ખલેલ: અરજદારોના વકીલ એડવોકેટ અમિત પંચાલે રજૂઆત કરી હતી કે, અભ્યારણની અંદર મીઠાની ખેતી પર્યાવરણીય સંતુલનને ખલેલ પહોંચાડે છે. આ બાબતે હાઇકોર્ટ રાજ્ય સરકારને યોગ્ય નિદેશ આપે એવી અરજદારની રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મીઠાની ખેતીમાં વધારો થયો છે તેઓ પણ દાવો કરવામાં આવ્યો હતો.ગેરકાયદેસર રીતે પણ મીઠાની ખેતીમાં ખનન થઈ રહ્યું હોવાનું પણ દાવો કરવામાં આવ્યો હતો

મીઠાની ખાણની લિઝ: આ સાથે જ અરજદાર દ્વારા મીઠાના ખાણની સેટેલાઇટ ઇમેજ પણ રજૂ કરવામાં આવી હતી. મીઠાની ખેતી માટે જેટલી પણ લીઝ મંજૂર કરવામાં આવી છે તેનાથી વધારે લીઝ બનાવીને ખેતી કરવામાં આવી રહી છે. અરજદારે રજૂઆત કરી હતી કે, હાલના કાયદા મુજબ મંજૂર કરાયેલ મીઠાની ખાણની લિઝની વિગતો મંગાવીને એ કોઈપણ નવી લિઝ પર રોક લગાવવામાં આવે.

આ પણ વાંચો: Rajkot News : યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું, ફરી એક યુવાન બાથરુમમાં ઢળી પડ્યો

વન્યજીવનું સૌથી મોટું અભ્યારણ: ઉલ્લેખનીય છે કે, કચ્છના નાના રણના વિસ્તારમાં આવેલા ઘુડખરોનું અભ્યારણ એ ભારતમાં માત્ર કચ્છમાં આવેલું છે. આ અભ્યારણની સ્થાપના 1973 માં લુપ્ત થઈ રહેલી ભારતીય ઘુડખરની પ્રજાતિને બચાવવા માટે કરવામાં આવી હતી. 5000 ચોરસ કિલોમીટરમાં વિસ્તારમાં ફેલાયેલું આ અભ્યારણ રાજકોટ, પાટણ, બનાસકાંઠા અને કચ્છ જિલ્લા જેવા શહેરોમાં નાના ભાગને આવરી લેતું જંગલી ગધેડાનું ગુજરાતનું અને વન્યજીવનું સૌથી મોટું અભ્યારણ છે.

1978માં અભ્યારણ તરીકે જાહેર કરાયું: યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન( યુનેસ્કો) એ સમગ્ર વિસ્તારને કચ્છ બાયોસ્ફિયર રિઝર્વ તરીકે જાહેર કર્યો છે અને કચ્છના નાના રણને 3596 ચોરસ કિમી વિસ્તારને 1978 માં અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

મીઠા ઉદ્યોગ માટે લીઝની ગ્રાન્ટ: વર્ષ 2020માં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલએ અભ્યારણના 10 કિ.મી ની અંદર મીઠા ઉદ્યોગ માટે લીઝની ગ્રાન્ટ પર રોક લગાવી હતી. મીઠાના તવાઓ માટે રેતીના પાળા બાંધવા સામે પણ રોક લગાવી હતી. કારણ કે, તે પાણીના કુદરતી પ્રવાહને અવરોધતો હતો. જોકે તેમ છતાં પણ અમુક મીઠાના કારીગરો દ્વારા ગેરકાયદેસર રીતે મીઠાનું ખેતી કરવામાં આવતા આ સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે રાજ્યના ચીફ સેક્રેટરી વન અને પર્યાવરણ વિભાગ અને મહેસુલ વિભાગને નોટિસ ફટકારી છે. આ સમગ્ર મામલે વધુ સુનવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.