ETV Bharat / state

કોરોનાની મહામારી વચ્ચે મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા ઉમટ્યા - કોરોના વાઇરસ

કચ્છમાં હાલમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. આજે સોમવારે ભુજના ગુજકોમાસોલ ખાતર ડેપો પર ખેડૂતો ખાતર લેવા ઉમટયા હતા.

કોરોનાની મહામારી વચ્ચે મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા ઉમટ્યા

author img

By

Published : May 10, 2021, 6:10 PM IST

  • મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા માટે ડેપોમાં ઉમટયા
  • સરકારે ગ્રામીણ વિસ્તારોમાં મંડળીઓને ખાતર આપવાનું બંધ કરી દેતા હાલાકી
  • આસપાસના ગામોના ખેડૂતો ખાતર લેવા ભુજ પહોંચ્યા
  • કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થયું

કચ્છઃ હાલમાં રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે અને કોરોના વાઇરસના કેસમાં વધારો થયો છે ત્યારે કચ્છમાં ખેડૂતો કોરોનાની મહામારી વચ્ચે ખાતર લેવા માટે ગુજકોમાસોલ ડેપો પર મોટી સંખ્યામાં આવ્યા હતા. ગુજકોમાસોલ ડેપો પરથી ખાતરનું વિતરણ શરૂ કરાયું હતું.

કોરોનાની મહામારી વચ્ચે મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા ઉમટ્યા
કોરોનાની મહામારી વચ્ચે મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા ઉમટ્યા

આ પણ વાંચોઃ લાલપુર ચોકડી પાસે કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતી 3 દુકાન સીલ

સવાર ના 6:30 વાગ્યાથી ખેડૂતો ખાતર લેવા પહોંચ્યા

ભુજના ગુજકોમાસોલ ડેપો પર આજે સોમવારે સવારે 6.30 કલાકથી આસપાસના ગામોના ખેડૂતો ખાતર લેવા ભુજ પહોંચ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો સાથે મહિલાઓ પણ ખાતર લેવા માટે આવી હતી.

મંડળીઓને ખાતર આપવાનું બંધ કરી દેતા હાલાકી થઈ

અગાઉ સરકારે ગ્રામીણ વિસ્તારોમાં મંડળીઓને ખાતર આપતી અને મંડળીઓને વિતરણ કરતી હતી. હાલ મંડળીઓને ખાતર આપવાનું બંધ કરવામાં આવતા હાલાકી થઈ છે.

આ પણ વાંચોઃ વેરાવળમાં 3 દિવસમાં સોશિયલ ડિસ્ટન્સ ન જાળવનારા 22 વેપારી સામે ગુનો નોંધાયો

માધાપર કિસાન સંઘના પ્રમુખનું નિવેદન

મીડિયા સાથેની વાતચીત કરતા માધાપર કિસાન સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે સરકારે વધુ એક હાલાકી ઉમેરીને ખેડૂતોને પાયમાલ કર્યા છે, સરકારને ખાતર વિતરણ કરવુ જ છે તો ગામડાઓમાં મંડળીઓને આપે, ખોટી ભીડ કેમ કરવા એકત્ર કરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.