ETV Bharat / state

ભુજમાં મુસ્લિમ વૃદ્ધ બાઈક પરથી પડી જતા હિન્દુ વૃદ્ધે પમ્પિંગ કરીને જીવ બચાવ્યો

ભુજ શહેરમાં જૂની રાવલવાડીમાં આવેલા ટાંકા પાસે એક મુસ્લિમ વૃદ્ધ ટૂ-વ્હીલર લઈ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેઓએ સંતુલન ગુમાવતા તેઓ ચાલું ગાડીએ પડી ગયા હતા. જે જોઈ આસપાસના રહેવાસીઓ મદદ કરવા દોડ્યા હતા. જેમાંથી પૂજાપાઠ કરવા જઈ રહેલા એક હિન્દુ વૃદ્ધે મુસ્લિમ વૃદ્ધની ધીમી પડેલી શ્વાસોશ્વાસની પ્રક્રિયા જોઈને પમ્પિંગ કરીને વૃદ્ધનો જીવ બચાવ્યો હતો.

ભુજમાં મુસ્લિમ વૃદ્ધ બાઈક પરથી પડી જતા હિન્દુ વૃદ્ધે પમ્પિંગ કરીને જીવ બચાવ્યો
ભુજમાં મુસ્લિમ વૃદ્ધ બાઈક પરથી પડી જતા હિન્દુ વૃદ્ધે પમ્પિંગ કરીને જીવ બચાવ્યો
author img

By

Published : Apr 23, 2021, 8:34 PM IST

  • હોસ્પિટલથી ડાયાલીસીસ કરીને પરત ફરતા વૃદ્ધ ચાલુ ગાડીએ પડ્યા
  • હિન્દુ વૃદ્ધ દ્વારા પમ્પિંગ કરીને મુસ્લિમ વૃદ્ધનો જીવ બચાવાયો
  • વધુ સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા

કચ્છઃ જિલ્લાના ભુજ શહેરમાં જૂની રાવલવાડીમાં આવેલા ટાંકા પાસે એક મુસ્લિમ વૃદ્ધ ટૂ-વ્હીલર લઈ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેઓએ સંતુલન ગુમાવતા તેઓ ચાલું ગાડીમાંથી પડી ગયા હતા. જેથી વૃદ્ધ બેભાન થઈ ગયા હતા, તે જોઈને પૂજાપાઠના વસ્ત્રો પહેરેલા એક હિન્દુ વૃદ્ધે આવી મુસ્લિમ વૃદ્ધના શ્વાસોશ્વાસની ગતિ ધીમી પડેલી જોઈ તેમને પમ્પિંગ શરૂ કરી દીધું હતું. જેથી મુસ્લિમ વૃદ્ધનો જીવ બચી ગયો હતો. વૃદ્ધ ભાનમાં આવ્યાં ત્યારે તેમના પાસેથી જાણવા મળ્યું કે, એ ડાયાલીસીસ કરાવીને પરત ફરી રહ્યા હતા અને અચાનક ચાલુ ગાડીએથી પડી ગયા હતા.

આ પણ વાંચોઃ વૃંદાવનના હિન્દુ-મુસ્લિમ કારીગરોએ તૈયાર કર્યા ભગવાન જગન્નાથના વાઘા...

108ને આવતા એક કલાકનો લાગવાનો હતો સમય

આ ઘટના બની ત્યારે એક યુવાન દ્વારા 108ને કોલ કરવામાં આવ્યો હતો. ત્યારે ઓપરેટરે કહ્યું કે, ઘટના સ્થળે વાહન મોકલતા એક કલાક લાગી જશે. જેથી મુસ્લિમ વૃદ્ધના ખિસ્સામાંથી ઓળખકાર્ડ અને મોબાઈલ કાઢી તેમના સગા સંબંધીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમને વધુ સારવાર માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. આમ કોરોનાકાળમાં નાત, જાત, ધર્મનો ભેદ ભૂલી કોરોનાની મહામારીમાં માનવતાના દર્શન થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.