ભુજમાં જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા GPSC/UPC પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યુ હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોષીએ સહજ સિનિયર વિદ્યાર્થી બની વિદ્યાર્થીઓ સાથે નિખાલસ સંવાદ કરતાં દેરક વ્યવસાયની માહિતી આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને પોતાની આંતરિક શક્તિ, રસ, રૂચી અને વલણ ઓખળીને પછી જ કારર્કીદીનું ઓપ્શન વિચારવા સાથે દરેક વિદ્યાર્થીને પ્લાન-બી તરીકે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ પોતાના અભ્યાસના મુખ્ય વિષય આધારિત નોકરીઓમાં પણ અરજી કરવા શીખ આપી હતી.
નાયબ કલેકટર કલ્પેશ કોરડીયાએ પોતાના અનુભવો શેર કરી GPSC/UPCની પરીક્ષાઓની તૈયારી માટે ઓનલાઇન રીસોર્સ તેમજ અભ્યાસ સામગ્રીનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં કચ્છની 36 સરકારી, અનુદાનિત અને સેલ્ફ ફાયનાન્સ શાળાઓના એ-૧ અને એ-ર વિદ્યાર્થીઓ પૈકી ૧૦૫ વિદ્યાર્થી ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો.