- ભુજમાં ત્રણ દિવસનું સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન
- શુક્રવાર સવારથી સોમવાર સવાર સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય
- માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલું રહેશે
કચ્છઃ રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે જેથી સૌથી મહત્વનું છે કે કોરોનાથી થતાં સંક્રમણની ચેઇન તોડવી. જુદા જુદા વેપારી એસોસિએશન અને જુદા જુદા સમાજના અગ્રણીઓને સાથે રાખી આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન અંગેની ચર્ચા કરવામાં આવી હતી અને અંતે નિર્ણય લેવામાં આવ્યો કે, ત્રણ દિવસનો સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવે.
સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જણાવવામાં આવે
વેપારી એસોસિએશનને જણાવવામાં આવ્યું કે, તેમના સભ્યો અને વેપારીઓને તેમની ઓફિસ અને દુકાનો ત્રણ દિવસ માટે સ્વૈચ્છિક બંધ રાખવા જાણ કરવામાં આવે તથા દરેક સમાજના અગ્રણીઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજના લોકોને સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનની જાણ કરવામાં આવે.
આ પણ વાંચોઃ આણંદ જિલ્લાના વધું એક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર
શુક્રવાર સવારથી સોમવાર સવાર સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન
શુક્રવાર સવારથી સોમવાર સવાર સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન લોકોએ રાખવું જે અંગેનો લેખીત પત્ર વેપારી એસોસિએશન અને ચેમ્બર દ્વારા સરકારને આપવામાં આવ્યો અને આ પત્રમાં લોકો સમક્ષ લોકડાઉનના પાલન અંગે અપીલ કરવામાં આવી હતી. વહીવટીતંત્ર પણ આ સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન માટે સહાય કરે તેવી અપીલ કરવામાં આવી હતી. આ નિર્ણય અંગે મીડિયા સાથે વાતચીત કરતા વાણિયાવાડ વેપારી એસોસિએશનના સભ્ય અનવર નોડેએ જણાવ્યું હતું કે, સર્વેની સંમતિથી સ્વૈચ્છિક લોકડાઉન કરવું જરૂરી છે, માટે નાનામાં નાના વેપારીની સંમતિ લેવી અને તેનો વિશ્વાસ મેળવવો પણ જરૂરી છે. સંપૂર્ણ સ્વચ્છ લોકડાઉનનો અમલ કરાવવો અઘરો છે.
ઇમરજન્સી સેવા જેવી કે હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર ચાલું રાખવાનો નિર્ણય લેવાયો
આ નિર્ણય અંગે મીડિયા સાથે વાતચીત કરતા ભુજના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, બધા મોલ તથા બજારો બંધ કરવા માટેના સૂચનો પણ આ ચર્ચા દરમિયાન આવ્યા હતા અને અંતે માત્ર ઈમરજન્સી સેવા જેવી કે હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર જ ત્રણ દિવસ માટે ચાલું રાખવાનો નિર્ણય લેવાયો હતો.
આ પણ વાંચોઃ મોડાસા માર્કેટ યાર્ડમાં સ્વૈચ્છિક લોકડાઉનના પગલે હરાજી બંધ