ETV Bharat / state

કોરોનાના દર્દીઓને ખેડૂતો અને સંઘ પરિવારે 600 કિલો ફ્રુટનું કર્યું વિતરણ - કોટડા ચકાર

કોરોનાના દર્દીઓ માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં કોટડા ચકારના ખેડૂત અને સંઘ પરિવાર દ્વારા 600 કિલો ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કોરોનાની કપરી પરિસ્થિતિમાં ખેડૂતોનો સકારાત્મક પગલું

author img

By

Published : Apr 24, 2021, 5:19 PM IST

  • ખેડૂતો અને સંઘ પરિવાર તરફથી કોરોનાના દર્દીઓને 600 કિલો ફ્રુટ અપાયા
  • કોરોનાની કપરી પરિસ્થિતિમાં ખેડૂતોનો સકારાત્મક પગલું
  • સરકાર અને વહિવટી તંત્રને સહકાર આપવા કરાઇ અપીલ

કચ્છ: હાલ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને દરેક જગ્યાએ સરકારનો વિરોધ થઈ રહ્યો છે, પરંતુ આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે સકારાત્મક કાર્યની વાત કરવામાં આવે તો કોટડા ચકારના ખેડૂતો અને સંઘ પરિવાર દ્વારા ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 600 કિલો ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સરકાર અને વહિવટી તંત્રને સહકાર આપવા કરાઇ અપીલ

આ પણ વાંચો: રાજકોટના ધારાસભ્ય દ્વારા કોરોના દર્દીઓ માટે નિઃશુલ્ક ઓક્સિજન સિલિન્ડર વિતરણ શરૂ કરાયું

દર્દીઓ અને નર્સિંગ સ્ટાફને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું

કોટડા ચકારના ખેડૂતો દ્વારા સકારાત્મક પગલાં તરીકે કોરોનાના દર્દીઓ તેમજ તેમની સારવાર કરતાં સ્ટાફ માટે જામફળ અને સક્કરટેટી જેવા ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોનાના રોગમાં ઇમ્યુનિટી ઘટી જતાં ફ્રુટ ઈમ્યુનિટી વધારવામાં મહત્વનું કાર્ય ભજવે છે. જે અર્થે ખેડૂતો દ્વારા ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: સુરતમાં BJP દ્વારા નિઃ શુલ્ક રેમડેસીવીર ઈન્જેક્શનનું વિતરણ કરાયું

સરકાર સાથે ખભેથી ખભો મિલાવીને સહકાર આપવાનો સમય છે

આ ઉપરાંત ખેડૂતો દ્વારા હાલ દેશની પરિસ્થિતિ જોઇને અપીલ કરવામાં આવી હતી કે, સરકાર અને વહિવટી તંત્રનો વિરોધ કરવાની જગ્યાએ તેમને પૂરતો સાથ અને સહકાર આપીએ. જેથી બની શકે તેમ જલદી આ રોગને માત આપી શકીએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.