ગાંધીધામ 7-7 શાળાઓ અને અન્ય તમામ તાલુકા મથકોની 3-3 શાળાઓ મળી કુલ્લ 37 શાળાઓના વિદ્યાર્થી ભાઇ-બહેનો અને શિક્ષકો મતદાન જાગૃતિના આ રાષ્ટ્રીય અભિયાનમાં જોડાયા હતા. આ 37 શાળાઓ દ્વારા કુલ્લ 100થી વધારે સ્થળે ગીત-સંગીતના કાર્યક્રમ દ્વારા મતદાતાઓને પ્રેરિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
જ્યારે 2000 આંગણવાડી કેન્દ્રોની કાર્યકર બહેનો દ્વારા 1 લાખથી વધારે મહિલા મતદાતાઓને, 1700 પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા 4.15 લાખથી વધુ મતદાતાઓને અને 450 માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા જિલ્લાના 600 ઉદ્યોગગૃહો/કંપનીઓ અને જનસમુદાયોના 1લાખથી વધુ મતદાતાઓ સુધી પહોંચી કુલ્લ 6 લાખથી વધુ મતદાતાઓને નિષ્પક્ષ મતદાન માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.
મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે જિલ્લાની શાળાઓમાં નિબંધ-વક્તૃત્વ-પોસ્ટર-ચિત્ર જેવી વૈવિધ્યપૂર્ણ સ્પર્ધાઓ, મતદાતા દિવસ ઉજવણી, મતદાન જાગૃતિ રેલી, સંકલ્પપત્રો ભરાવવા અને મતદાન જાગૃતિ રંગોળી બનાવવા સહિતના આયોજન કરવામાં આવ્યા હતા.સમગ્ર આયોજન જિલ્લા કલેક્ટર માર્ગદર્શન હેઠળ નાયબ ચૂંટણી અધિકારી તથા નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સહિતની ટીમ કાર્યરત હતી.