ETV Bharat / state

નેતાની નોટબૂકમાં ડૉ નીમાબેન આચાર્યની રાજકીય સફર, ટિકીટને લઇ શું છે શક્યતા - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માટે કચ્છમાં સંભવિત ટિકીટ દાવેદારો ( Potential ticket contenders in Kutch ) ની વાત કરીએ તો વિધાનસભા સ્પીકર નીમાબેન આચાર્ય ( Doctor Nimaben Acharya ) ને ના પાડવી ભાજપ ( BJP ) માટે મુશ્કેલ છે. સામાજિક પીઠબળ અને લોકપ્રિયતાને લઇને તેમનું આગવું મહત્ત્વ છે. તેમના વિશે જૂઓ અમારો વિશેષ અહેવાલ નેતાની નોટબૂક ( Leaders Profile ).

5 વખત ધારાસભ્ય રહી ચૂકેલા ડૉ નીમાબેન આચાર્યની રાજકીય સફર, જોઇએ આ નેતાની નોટબૂકમાં વધુ શું છે

author img

By

Published : Oct 21, 2022, 6:02 PM IST

કચ્છ ગુજરાત વિધાનસભા પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબેન આચાર્ય ( First woman Speaker of Assembly Nima Acharya ) કચ્છના છે. આ નેતાની નોટબૂક ( Leaders Profile ) ખોલીએ તેમના વ્યાવસાયિક પરિચય સાથે. તેઓ વ્યવસાયે ગાયનેક ડૉકટર અને તેમના પતિ ભાવેશ આચાર્ય પણ ડૉકટર છે. નીમાબેનનો જન્મ 12 ડીસેમ્બર, 1947ના રોજ સુરેન્દ્રનગરના દૂધરેજમાં થયો હતો. તેઓ ભણીગણીને MBBS, DGO, MD (ગાયનેક-ઓબ્સ્ટેટિક) થયાં છે. પૈસેટકે સદ્ધર પરિવારમાંથી આવે છે.

નીમાબેન આચાર્યની પ્રારંભિક શરુઆત 1990માં મહિલા આર્થિક વિકાસ નિગમના ચેરમેન 1990માં કચ્છમાં મહિલા આત્મહત્યાનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું. મહિલાઓમાં આ સમસ્યા સંબધી જાગૃતિ લાવવા માટે અખિલ કચ્છ મહિલા ઉત્કર્ષ સમિતિની સ્થાપના કરી હતી. જેના અંતર્ગત ગાંધીધામથી ગઢશીશા 100 કિલોમીટરની મહિલા આત્મહત્યા નિવારણ રથયાત્રાનું આયોજન કર્યું હતું. આ યાત્રામાં સ્વામી સચ્ચિદાનંદ જોડાયા હતાં. ગઢશીશામાં રથયાત્રાની પૂર્ણાહૂતિ સંમેલનમાં 10,000થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.

નીમાબેન આચાર્યનો રાજકારણમાં પ્રવેશ ગઢશીશામાં રથયાત્રા કાર્યથી પ્રભાવિત થઈને ગુજરાતની કોંગ્રેસ સરકારે માત્ર 15 દિવસમાં જ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના ચેરમેન બનાવ્યાં હતાં. ત્યાંથી તેમનો રાજકારણમાં પ્રવેશ ( Nimaben Acharya introduction and politics entry ) થયો હતો. નીમાબેને કોંગ્રેસની ટિકિટ પર 2002 અને 2007 વિધાનસભા ચૂંટણી જીતીને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ તેમના પતિ અને 6 કોર્પોરેટરોએ ભાજપમાં જોડાતાં 2007માં જ ભાજપમાં જોડાઇ ગયાં હતાં. આમ ડૉ નીમાબેન આચાર્યની રાજકીય સફર શરુ થઇ હતી.

ડૉ.નીમાબેન આચાર્યની રાજકીય કારકિર્દીના સીમાચિહ્ન ડૉ.નીમાબેન આચાર્યની રાજકીય કારકિર્દી અંગે વાતચીત કરવામાં આવે તો 1990 થી 1995 સુધી તેઓ મહિલા આર્થિક વિકાસ નિગમના ચેરમેન રહી ચૂક્યા છે.કોંગ્રેસમાંથી 1995 થી 1998 સુધી અબડાસા મતવિસ્તારના 2002 થી 2007 અને 2007 થી જ 2012 અંજાર મતવિસ્તારના તો 2012 થી 2017 અને 2017થી વર્તમાન સુધી ભુજ મતવિસ્તારના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ઉપરાંત 3 વખત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર પણ રહી ચૂક્યા છે. વિધાનસભા ખાતરી સમિતિ, વિધાનસભા અંદાજ સમિતિ, 2 ટર્મ માટે વિધાનસભા જાહેર સાહસ સમિતિના તેઓ ચેરમેન રહી ચૂક્યા છે. તો ગુજરાત વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના સેક્રેટરી ઉપરાંત ગુજરાત રાજ્ય મહિલા સુરક્ષા સમિતિ અને ગુજરાત ફેમિલી કાઉન્સિલના તેઓ સભ્ય ( Nimaben Acharya position in BJP ) પણ રહ્યા હતાં.

ગુજરાત વિધાનસભા પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબેન આચાર્ય 27 સપ્ટેમ્બર, 2021ના રોજ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પીકર પદ માટે નીમાબેન આચાર્યના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. આ બાદ, કોંગ્રેસના વિરોધપક્ષના નેતાએ સંમતિ આપી હતી. આમ તેઓ 14મી ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ ( First woman Speaker of Assembly Nima Acharya ) બન્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે બાદ પ્રથમ વખત રાજ્યની વિધાનસભામાં એક મહિલા અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યનું નામ છે.ચ્છમાં સંભવિત ટિકીટ દાવેદારો ( Potential ticket contenders in Kutch ) તરીકે તેમને જોઇ શકાય છે.

નીમાબેન આચાર્યના સામાજિક કાર્યો મુખ્ય સામાજિક પ્રવૃત્તિઓ ડૉ. નીમાબેન આચાર્યની મુખ્ય સેવાકીય પ્રવૃતિઓની વાત ( Social works of Nimaben Acharya ) કરવામાં આવે તો કચ્છ જિલ્લાના સમગ્ર મહિલા ઉકર્ષ મંડળોનું સંચાલન કરતા અખિલ કચ્છ મહિલા ઉત્કર્ષ મંડળના તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે તો ગાંધીધામ ખાતે સ્થિત માનવ સેવા ટ્રસ્ટ કે જે ભૂકંપ પીડિત અનાથ બાળકો માટેનું આશ્રમ છે તેના પણ તેઓ પ્રમુખ છે અને આ સંકુલનું સંચાલન પણ તેઓ કરી રહ્યા છે. ઉપરાંત છેલ્લા 25 વર્ષથી મહિલા તાલીમ કેન્દ્રનું સંચાલન. 25 વર્ષથી સરકાર માન્ય કુટુંબ સલાહ કેન્દ્રનું પણ સંચાલન તેઓ કરી રહ્યા છે. વિશ્વ લોહાણા મહાજન મહિલા સમિતિના તેઓ પૂર્વ પ્રમુખ છે અને સતત તેઓ લોહાણા સમાજની મહિલાઓ માટે સામાજિક પ્રવૃતિઓ કરતા રહેતા હોય છે.

નીમાબેન આચાર્ય શા માટે લોકપ્રિય છે રાજકારણી હોવા સાથે તેઓ સેવાકીય પ્રવૃત્તિ ( Social works of Nimaben Acharya ) ખુબ જ ઉદાર હાથે કરે છે. કોરાનાકાળ દરમિયાન કાપડના એક લાખથી વધારે માસ્ક બનાવીને વિનામુલ્યે વિતરણ કર્યું હતું. કોરોનાગ્રસ્ત પરિવારોને 13,000થી વધારે નિશુલ્ક ટિફિન સેવા પુરી પાડી હતી. જરૂરિયાતમંદ પરિવારોને 8,000થી વધારે રાશનકિટનું વિતરણ કર્યું હતું, તેમજ ભુજમાં હંગામી ધોરણે આધુનિક સગવડ ધરાવતી 50 બેડની કોરોના હોસ્પિટલની સ્થાપના કરી હતી. ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ ( First woman Speaker of Assembly Nima Acharya ) બન્યા બાદ તેઓએ કચ્છની જીવાદોરી સમાન નર્મદાના નીર માટે અથાગ પ્રયત્નો કર્યા હતાં અને નર્મદાના નીર મોડકૂબા સુધી લાવવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. ઉપરાંત વેટરનરી કોલેજ કચ્છમાં શરૂ કરવા, પીવાના પાણીની સમસ્યાઓ દૂર કરવા, કચ્છને પ્રવાસન ક્ષેત્રે આગળ લઈ આવવા, સરહદી ગામના વિકાસ અર્થે પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. ઉપરાંત કચ્છને નાણાકીય રીતે લાભો પણ આપ્યા છે.

નીમાબેન આચાર્યનું મહત્ત્વ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) ની વાત કરવામાં આવે તો આમ તો ડો. નીમાબેન આચાર્ય 5 વખત ધારાસભ્ય બની ચૂક્યા છે. અન્યથા ડૉ. નીમાબેન આચાર્ય તેમના લોહાણા સમાજમાં પણ મોભો ધરાવે છે. સાથે સાથે રાજકીય કાર્યો અને સામાજિક કાર્યોને ધ્યાનમાં રાખીને તેમને ટિકિટ મળે તેના માટે પ્રબળ દાવેદાર ( Potential ticket contenders in Kutch ) તરીકે માનવામાં આવી રહ્યાં છે. મતદારો પર તેમનો નિર્વિવાદ પ્રભાવ છે ત્યારે નીમાબેનને ટિકીટ ન આપવાનો નિર્ણય લેવા માટે ભાજપ માટે મુશ્કેલ બનશે.

નીમાબેન આચાર્યને ટિકીટની શક્યતા આ સંભાવના તલાશતાં સૂત્રોના જણાવ્યા મુજબ વિપક્ષ દ્વારા પાટીદાર ઉમેદવારો મેદાનમાં ઉતારાય તો સત્તા પક્ષ ભાજપ પણ પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી શકે છે. માટે આ વર્ષે સંભવત: ડૉ. નિમાબેન આચાર્યને ટિકિટ ફાળવવામાં ( Potential ticket contenders in Kutch ) ન પણ આવે. જો નો રીપીટ થીયરી અપનાવવામાં આવે અને નવા ચહેરાને તક આપવામાં આવે તો નીમાબેન માટે આગામી વિધાનસભામાં પ્રવેશવું મુશ્કેલ બને.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.