ETV Bharat / state

5 હજાર વર્ષ જૂની હડપ્પન સભ્યતા હવે જોવા મળી રહી છે અજરખ બ્લોક પ્રિન્ટમાં - 5 thousand year old Harappan civilization

5 હજાર વર્ષ જૂના હડપ્પન સંસ્કૃતિના નગર અને વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરામાંથી મળેલ હડપ્પન સભ્યતાના અવશેષો અને ચિન્હો ઉપરથી હવે હસ્તકળાના કારીગરો આર્ટપીસ બનાવી રહ્યા છે. અજરખ બ્લોક પ્રીન્ટના કારીગર ડૉ.ઇસ્માઇલ ખત્રી દ્વારા વર્લ્ડ હેરિટેજ ધોળાવીરા સાઈટ પર આધારિત અજરખની ડિઝાઇન દ્વારા એક આર્ટપીસ બનાવવામાં આવ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

5-thousand-year-old-harappan-civilization-is-now-being-seen-in-ajrakh-block-prints

author img

By

Published : Feb 28, 2023, 12:38 PM IST

હડપ્પન સભ્યતા હવે જોવા મળી રહી છે અજરખ બ્લોક પ્રિન્ટમાં

કચ્છ: સરહદી જીલ્લો કચ્છ કે જ્યાં વિવિધ સંસ્કૃતિ અને વારસા સાથે લોકો વસવાટ કરે છે. જ્યાની પ્રજાએ અસંખ્ય દુષ્કાળ અને ધરતીકંપ જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરી અને પોતાની સંસ્કૃતિ અને ઓળખને ટકાવી રાખી છે. એટલા માટે જ કચ્છની ધરતીને ખમીરવંતી કહેવામાં આવે છે. કચ્છમાં અનેક કળાઓ સાથે સંકળાયેલા કારીગરો છે જેઓ દેશ વિદેશમાં ખ્યાતિ પામ્યા છે. અજરખ બ્લોક પ્રીન્ટના કારીગર ડૉ.ઇસ્માઇલ ખત્રીની કારીગરી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ડૉ.ઇસ્માઇલ ખત્રી દ્વારા વર્લ્ડ હેરિટેજ ધોળાવીરા સાઈટ પર આધારિત અજરખની ડિઝાઇન દ્વારા એક આર્ટપીસ બનાવવામાં આવ્યું છે

5 હજાર વર્ષ જૂની અજરખ બ્લોક પ્રિન્ટ કળા: ભચાઉ તાલુકાના ખડીર મહાલના ધોળાવીરા ખાતે ભારતીય પુરાતત્વ ખાતાએ 5000 વર્ષ પુરાણા હડપ્પન સાઈટને શોધી હતી. ત્યાર બાદ તેને યુનેસ્કોની ઉચ્ચસ્તરીય બેઠકમાં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો હતો અને હડપ્પન સાઈટને "World Heritage" શ્રેણીમાં સમાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ધોળાવીરા અંગે વધુને વધુ લોકો જાગૃત થાય અને લોકો તેનું મૂલ્ય સમજે તેના માટે સરકારની સાથે સાથે કચ્છના હસ્તકળાનાં કારીગરો પણ મહેનત કરી રહ્યા છે. જેમાં અજરખ બ્લોક પ્રિન્ટના મહારથી ડો. ઇસ્માઇલ ખત્રી દ્વારા ધોળાવીરા અવશેષો અને સભ્યતા પરથી અજરખ બ્લોક પ્રિન્ટ કરીને એક આકર્ષિત કલાકૃતિ બનાવવામાં આવી છે.

ધોળાવીરામાંથી મળેલ અવશેષોમાંથી હવે અજરખ પ્રિન્ટિંગ: અજરખ બ્લોક પ્રિન્ટના કારીગર ડો. ઇસ્માઇલ ખત્રીએ જણાવ્યું હતું કે, હડપ્પન સભ્યતામાંથી જે અવશેષો મળ્યા છે તેના પર કામ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનમાં જેવી રીતે મોહેં-જો-દડોમાંથી કિંગ પ્રિન્સની મૂર્તિ મળી હતી. તેના ખભા પર અજરખ બ્લોક પ્રિન્ટ મળી આવ્યું હતું. આ ડિઝાઇનને ક્કડ ડિઝાઇન કહેવામાં આવે છે. આ ઉપરાંત બીજી ડિઝાઇન આવે છે ચોકડી તે અહીં ધોળાવીરામાં મળી આવી છે. ધોળાવીરામાંથી મળેલ અવશેષોમાંથી હવે અજરખ પ્રિન્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો National Science Day 2023 : આજે 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' શા માટે ઉજવવામાં આવે છે ? જાણો વિગતવાર

અજરખનું આર્ટપીસ: અજરખ બ્લોક પ્રિન્ટમાં ચંપાક્લીની ડીઝાઈન છાપવામાં આવી રહી છે. ધોળાવીરામાં ઘરોમાં જે નીચે ટાઇલ લગાડવામાં આવી છે તેની અંદર ચંપાક્લીની ડીઝાઈન છે. અજરખનું આર્ટપીસ ધોળાવીરાની હડપ્પન સાઈટને મળતી આવે છે. આ ઉપરાંત હજી પણ નવા સંસોઘનો દરમિયાન જે અવશેષો મળી આવ્યા છે. તેની તસવીર પરથી અજરખ બ્લોક પ્રિન્ટ માટે બ્લોક તૈયાર કરીને તેના પર પણ કામ કરવામાં આવશે.

આ પણ વાંચો Gujarati Compulsory: ધો. 1થી 8મા થશે ગુજરાતી ભાષાનો ફરજિયાત અભ્યાસ, સરકાર આજે ગૃહમાં બિલ રજૂ કરશે

ઐતિહાસિક સ્મારકો પ્રત્યે જાગૃત કરવાનો ઉદ્દેશ્ય: મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ધોળાવીરાની અલભ્ય સભ્યતાથી ઉજાગર કરવાનો છે. સાથે સાથે આવા આર્ટ પીસના લીધે લોકોમાં ઉત્સુકતા પણ જાગે અને કચ્છની પ્રખ્યાત અજરખ બ્લોક પ્રિન્ટ કળા અંગે લોકો માહિતગાર થાય અને તેનું મૂલ્ય સમજે અને કળા શીખી પણ શકે. આજના ગતિમય અને આધુનિક સમયમાં યુવાનો દેશના ઐતિહાસિક સ્મારકો પ્રત્યે નીરસ હોય એવું જણાઈ રહ્યું છે. યુવાનોની આ નિરસતાને દૂર કરી દેશના ઐતિહાસિક સ્મારકો અને અતુલ્ય વારસા પ્રત્યે તેમનો લગાવ વધે એવા ઉદ્દેશ્ય સાથે આ પ્રકારનું અજરખ બ્લોક પ્રીન્ટનું આર્ટપીસ બનાવવામાં આવ્યું છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.