ETV Bharat / state

KUTCH: જખૌના દરિયા કાંઠા પર આવેલા ખિદરત બેટ પાસેથી ચરસના 5 પેકેટ મળ્યા - ખિદરત બેટ પાસેથી ચરસના 5 પેકેટ મળ્યા

ફરી એકવાર જખૌના દરિયા કાંઠાથી 10 કિલોમીટર દૂર ખિદરત બેટ પાસેથી ચરસના 5 પેકેટ મળી આવ્યા છે. મળેલા પેકેટ પર 'કેમરૂન' પ્રિન્ટ થયેલું જોવા મળે છે જયારે અન્ય બે પેકેટ પર 'અફઘાન પ્રોડક્ટ' પ્રિન્ટ થયેલ છે. ચરસના પેકેટો મળી આવ્યા બાદ BSF એ જખૌ કિનારે અલગ અલગ બેટ પર વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

5-packets-of-charas-were-found-from-khidrat-bet-on-the-sea-shore-of-jakhou-kutch

author img

By

Published : Apr 22, 2023, 8:51 PM IST

Updated : Apr 22, 2023, 10:37 PM IST

કચ્છ: ભુજ BSFની બટાલિયન પાર્ટીની પેટ્રોલિંગ પાર્ટી તેમજ મરીન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જખૌના દરિયાઈ કિનારેથી લગભગ 10 કિલોમીટર દૂર ખિદરત બેટ પાસેથી બે દિવસમાં ચરસના 5 પેકેટ જપ્ત કર્યા છે. છેલ્લાં 10 દિવસથી સતત પાંચમી વખત ચરસનો જથ્થો મળી આવતા બીએસએફ અને મરીન પોલીસ દ્વારા વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

ખિદરત બેટ પાસેથી ચરસના 5 પેકેટ મળ્યા
ખિદરત બેટ પાસેથી ચરસના 5 પેકેટ મળ્યા

જખૌના દરિયા કિનારેથી મળ્યું ચરસ: છેલ્લાં 10 દિવસોમાં કચ્છની દરિયાઇ સીમામાંથી પાંચેક વખત ચરસના પેકેટો ઝડપાયા છે. BSF ની એક વિશેષ સર્ચ પાર્ટી અને મરીન પોલીસે જખૌના દરિયાકાંઠાના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે ગઈ કાલે મોડી સાંજે ચરસના 2 પેકેટ અને આજે ચરસના 3 પેકેટ મળી આવ્યા છે. જખૌના દરિયા કાંઠાથી લગભગ 10 કિલોમીટર દૂર ખિદરત બેટમાંથી શંકાસ્પદ ચરસના 5 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.

બીએસએફ દ્વારા વધુ તપાસ: રિકવર કરાયેલ ચરસના પેકેટનું વજન આશરે 1 કિલો જેટલું છે. ચરસના પેકેટને પ્લાસ્ટિકના સ્તરથી લપેટવામાં આવ્યું હતું. મળી આવેલા 3 પેકેટ પર 'કેમરૂન' પ્રિન્ટ કરવામાં આવેલ છે તો અન્ય બે પેકેટ પર 'અફઘાન પ્રોડક્ટ' પ્રિન્ટ કરવામાં આવેલ છે. ચરસની પ્રકૃતિ અને પ્રકાર અંગે હાલ બીએસએફ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ગત અઠવાડીયે સતત 3 દિવસ મળ્યા હતા ચરસના પેકેટ: ઉલ્લેખનીય છે કે છેલ્લાં 10 દિવસોમાં જખૌના દરિયા કિનારેથી ટૂંક જ સમયમાં કુલ 17 જેટલા પેકેટ મળી આવ્યા છે. ચરસના પેકેટો મળી આવ્યા બાદ BSF એ જખૌ કિનારે અલગ અલગ બેટ પર વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે દરિયાના ઊંડા મોજાથી ચરસના પેકેટ ધોવાઈ ગયા છે અને ભારતીય દરિયાઈ સીમામાં તણાઈ આવ્યા છે..

આ પણ વાંચો Kutch Crime : BSFએ જખૌના કિનારેથી ચરસનું પેકેટ કબ્જે કર્યું, સતત આટલા દિવસથી મળી રહ્યું છે ચરસ

જુદી જુદી એજન્સીઓએ 1555 ચરસના પેકેટ જપ્ત કર્યા: ભૂતકાળમાં BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા કચ્છના બંદર અને ક્રીક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા છે. BSF અને અન્ય તમામ એજન્સીઓએ 20મી મે 2020થી અત્યાર સુધીમાં 1555 જેટલા ચરસના પેકેટ જપ્ત કર્યા છે.

આ પણ વાંચો Kutch News : પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ મોજાની સાથે 10 ચરસના પેકેટ ધોવાઈ ગયા

Last Updated : Apr 22, 2023, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.