- તકેદારીના ભાગરૂપે દર્દીઓને ભુજ ખસેડાયા
- 8 બાયપેપ પરના દર્દીઓ સહિત 46 દર્દીઓ ખસેડાયા
- કોરોનાની ગાઇડલાઇન મુજબ આશ્રયસ્થાનો પર સ્થળાંતર કરવામાં આવ્યા
કચ્છ: સંભવિત તૌકતે વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા લોકોની સુરક્ષા માટે અગાઉથી સાવચેતીના પગલાં લેવામાં આવી રહયા છે. સંભવિત અસર પામે તેવા લોકોને કોરોનાની ગાઇડલાઇન મુજબ આશ્રયસ્થાનો પર સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાના કારણે ખંભાતના 15 ગામને એલર્ટ પર રખાયા
તકેદારીના ભાગરૂપે 46 દર્દીઓને ભુજની સમરસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
આ અંતર્ગત મસ્કા ખાતેની એન્કરવાલા કોવિડ હોસ્પિટલ સંભવિત અસર પામે તેવા વિસ્તારમાં આવતી હોવાથી તકેદારીના ભાગરૂપે ત્યાંના 46 દર્દીઓને ભુજની સમરસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: તૌકેતે સંકટ : એશિયાના સૌથી મોટા અલંગ શીપ બ્રેકિંગ યાર્ડના મજૂરોનું સ્થળાંતર શરૂ
8 બાયપેપ પરના દર્દીઓ સહિત કુલ 46 દર્દીઓને ભુજ ખસેડાયા
મસ્કા ખાતે આવેલી એન્કરવાલા કોવીડ હોસ્પિટલ દરિયા કિનારાથી ખુબ નજીક આવેલી હોવાથી સંભાવિત અસર પામે તેવા વિસ્તારોમાં તે સ્થાન પામે છે જેથી ત્યાં દાખલ કોરોનાના દર્દીઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવી અત્યંત જરૂરી હતી. આ સંજોગોમાં વહીવટી તંત્ર દ્વારા ઝડપી પગલાં લઇ એન્કરવાલા કોવીડ હોસ્પિટલના 8 બાયપેપ પરના દર્દીઓ સહિત કુલ 46 દર્દીઓને ભુજ સમરસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.Conclusion: