ETV Bharat / state

કચ્છમાંથી કાળો કારોબારઃ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 3 યુવાનોની ધરપકડ

author img

By

Published : Nov 9, 2022, 2:12 PM IST

કચ્છમાં રુપિયા 2.80 લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ ( Mephedrone drugs) સાથે ભુજના 3 યુવક ઝડપાયા હતા. કચ્છની સીમાઓ ઉપર અવાર-નવાર ડ્રગ્સના જથ્થાઓ પક્ડાતા હોય છે. તો ફરી વાર મેફેડ્રોન ડ્રગ્સ સાથે ભુજના 3 યુવક ઝડપાયા હતા.પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તપાસ કરી હતી.

કચ્છના રણની સાથે ભુજ થયું સફેદ, મેફેડ્રોન ડ્રગ્સ સાથે 3 યુવક ઝડપાયા

કચ્છ સરહદી જિલ્લા કચ્છમાં અવારનવાર દરિયાઈ સીમા પરથી ડ્રગ્સ ઝડપાઈ આવતું હોય છે. તો આ વખત શહેરમાંથી પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (Special Operations Group) દ્વારા રુપિયા 2.80 લાખની કિંમતના 28 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ( Mephedrone drugs) સાથે ભુજના 3 યુવકોની ઝડપી પાડવામાં આવ્યા છે. ત્રણેય આરોપીઓએ કારના ગિયર બોક્સમાં માલ છૂપાવ્યો હતો. જેને સ્નીફર ડૉગની મદદથી પોલીસે શોધી કાઢ્યો હતો.

ખાનગી રાહે સચોટ પશ્ચિમ કચ્છના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મચારીને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી. જેના આધારે માધાપર ભુજ જાહેર હાઇવે રોડથી આરોપીઓને તેમની કાર સાથે ઝડપી એસ.ઓ.જી. કચેરી ખાતે લાવી સ્નીફર ડોગની મદદથી તપાસ કરતા કારના ગિયર બોક્સમાં મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું. ઝડપાયેલ મુદ્દામાલ આરોપીઓ પાસેથી 28 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રુપિયા 2,80,0000, 30,000 ની કિંમતના 3 મોબાઇલ, રોકડ રૂપિયા 880 તથા 5,00,000ની કિંમતની બલેનો કર સહિત 8,10,880 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

બોક્સમાંથી ડ્રગ્સ શોધી કાઢ્યો સ્નીફર ડૉગે ગિયર બોક્સમાંથી ડ્રગ્સ શોધી કાઢ્યો હતો. પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની અખબારી યાદી મુજબ ત્રણેય યુવકો અમદાવાદના સરખેજથી મેફેડ્રોન ખરીદીને લાવ્યાં હતા. પોલીસથી બચવા કારનાં ગિયર બોક્સમાં તેમણે માલ છૂપાવ્યો હતો. પોલીસે કારમાં ખૂબ શોધખોળ કરી પણ માલ મળ્યો નહોતો. બાતમી પાક્કી હોવાના કારણએ પોલીસે સ્નીફર ડૉગની મદદ લીધી હતી. સ્નીફર ડૉગે ગિયર બોક્સમાંથી માલ શોધી કાઢ્યો હતો.

માદક પદાર્થ NDPS એક્ટ હેઠળ ( Narcotic Drugs and Psychotropic Substances) ગુનો નોંધાયો છે. પોલીસે ગેરકાયદેસર રીતે કારના ગીયરબોક્ષમાં સંતાડી રાખેલ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ જેનું વજન 28 ગ્રામ કિ.રૂ.2,80,000 નો નાર્કોટીકસનો મુદામાલ ઝડપી પાડી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલ આરોપીઓ
(1) અકરમ અબ્દુલગની સંધીસમા
(2) નદીમ નુરમામદ સમા,
(3) સાવન ચંદુલાલ પટેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.