કચ્છ: જખૌ બંદર સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યું હતું. સૌથી મોટો પ્રશ્ન એ હતો કે 2 દિવસોમાં 3 લોકો કઇ રીતે ટાપુ પર પહોચ્યા? બીજી બાજુ NDRFની ટીમ દ્વારા સવારના 4 વાગ્યાના અરસામાં પાણીનું સ્તર ઓછું થતાં રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. તેવો નિર્ણય લેવાયો હતો. પરંતુ વહેલી સવારે 2:30 વાગ્યાના અરસામાં પાણીનું સ્તર ઓછું થતાં ટાપુ પર રહેલા 3 લોકોમાં 2 મહિલાઓ અને 1 પુરુષ પગપાળા જખૌ બંદર પરત ફર્યા હતા.
"સાંજના 7:30 વાગ્યાના અરસામાં ટાપુ પર પાણીનું પ્રમાણ વધ્યું હશે ત્યારે ત્યાં ફસાયેલા લોકોએ મામલતદાર કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને જાણ કરી હતી.ત્યાર બાદ મરીન પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ હતી અને કોસ્ટગાર્ડ અને NDRF ની ટીમ સાથે ચર્ચા કરીને રેસ્કયું કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.અને મોડી રાત્રિએ તેમને સુરક્ષિત પગદંડી મારફતે બહાર લાવવામાં આવ્યું છે. જખૌ બંદરના સ્થાનિક જીતુ કોલી અને તેની સાથે બે મહિલાઓ ત્યાં ઘેટાં બકરાં ચરાવવા ગઈ હતી અને ત્યાર બાદ ત્યાં ફસાઈ ગયા હતા.પરંતુ હાલમાં તેઓ સુરક્ષિત છે."-- દિલજીત ઈશરાની (મરીન પોલીસના પી.એસ.આઇ)
પગદંડી મારફતે સુરક્ષિત: પાણીનું સ્તર ઘટતા કરાયું રેસ્ક્યુઆ બનાવ અંગે NDRFના અધિકારી ઈશ્વર માતેએ જણાવ્યું હતું કે," ટાપુ પર પહોંચવા માટે રાત્રિના સમયે હાઇ ટાઇડ હતું જેથી કરીને બોટ ટકી શકે તેમ ન હતી જેથી સવારના 4 વાગ્યે રેસક્યુ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ રાત્રિના સમયે પાણીનું સ્તર ઘટતા મરીન પોલીસ દ્વારા અને સ્થાનિક લોકો દ્વારા ત્રણેય લોકોને પગદંડી મારફતે સુરક્ષિત પરત લઇ આવવામાં આવ્યા હતા.