ભુજઃ વાસણભાઇએ જણાવ્યું કે, જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત 10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનાનો પ્રારંભ કર્યો છે. જે પૈકી શનિવારના રોજ રાપર તાલુકાના સઇ ગામે, માંડવી તાલુકાના મોટા રતડીયા તેમજ નખત્રાણા તાલુકાના વગ ગામે આ મોબાઈલ પશુ દવાખાનાનું હેક્ટર રહેશે.
કચ્છ જિલ્લામાં રાજ્યના 7 ટકા પશુ પૈકી કચ્છ ત્રીજા નંબરે છે. આ વાન દ્વારા 20,91,887 પશુઓને નિશુલ્ક સેવાનો લાભ મળશે. સરકાર દ્વારા આ યોજના હેઠળ રૂપિયા 88 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત જિલ્લામાં તબક્કાવાર કુલ 23 મોબાઈલ પશુ દવાખાનાનો પ્રારંભ કરવામાં આવશે. સઈ મોટા રતડીયા અને વર્ગ ગામે મોબાઈલ વાનનું હેડ કોટર ગણાશે.
જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોષીએ જણાવ્યું કે વર્ષ 2020-21થી 10 ગામ દીઠ એક મોબાઇલ સેવા કચ્છમાં વસતા માલધારીઓ પશુપાલકો અને પશુઓ માટે ખૂબ જ સારી રૂપ બનશે. મોબાઈલ પશુ દવાખાના યોજના gvk emri મારફતે પબ્લિક પાર્ટનરશીપ પ્રોગ્રામ હેઠળ શરુ કરાયેલ છે. જેમાં પશુસારવાર સેવાઓ 365 દિવસ સવારે 7થી રાત્રે 7 વાગ્યા સુધી ઘેર બેઠા 1962 ટોલ ફ્રી નંબર ડાયલ કરવાથી પશુ આરોગ્યની ઇમરજન્સી સેવા પૂરી પાડવામાં આવશે. એમ નાયબ પશુપાલન નિયામક ડૉક્ટર જી. કે. બ્રહ્મક્ષત્રિય કહ્યું હતું.