કચ્છના રાપર નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો - 3.2 magnitude earthquake shakes Kutch
કચ્છમાં આજે બુધવારના રોજ ભૂકંપનો વધુ એક આંચકો નોંધાયો છે, બપોરે 2.25 વાગ્યે ધરતીના પેટાળમાં હિલચાલ થઈ હતી જેને પગલે અનેક ગામોમા આંચકો લોકોએ અનુભવ્યો હતો.
કચ્છઃ ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગની સતાવાર માહિતી મુજબ બુધવારે બપોરે 2.25 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જે જમીનથી 14 કિમીની ઉંડાઈએથી ઉદભવ્યો હતો. કચ્છના રાપર તાલુકાના સાઉથ વેસ્ટ દિશામા 23 કિમી દુર આ ભુકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયું હતું.
નોંધનીય છે કે, કચ્છમાં છેલ્લા થોડા દિવસોમા ભૂકંપના આંચકાની સંખ્યા વધી છે. આમ પણ સામાન્ય રીતે આંચકા નોંધાતા રહે છે. પણ તેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા માપી શકાય તેટલી જ હોવાથી લોકો સુધી આ આંચકા પહોંચતા નથી. ૩ની તીવ્રતાથી વધુના ભુકંપના આંચકા લોકો અનુભવે છે તેથી જ ડર વધુ ફેલાય છે. છેલ્લા દિવસોમા કચ્છમા ૩થી વધુની તીવ્રતા ધરાવતા 8 જેટલા આંચકા નોંધાયા છે જેથી લોકોમા ડર ફેલાઈ રહ્યો છે. 2001ના ભૂકંપ પછી આંચકાની સંખ્યા વધી છે હાલમા આવતા આંચકાથી જમીનની ઉર્જા નિષ્ક્રીય થઈ છે, જેથી ડરવાની જરૂર નથી તેમ નિષ્ણાંતો જણાવી રહયા છે.