- ખાણ-ખનિજ વિભાગ (Mines and Minerals Department) દ્વારા ગેરકાયદે ખનિજ ચોરી કરતા વાહનો સામે કરાઈ કાર્યવાહી
- 750 ટન ચાઇનાકલેનો જથ્થો સીલ કરવામાં આવ્યો
- કચ્છમાં ખનિજ ચોરી સામે તંત્રનો સપાટો, 25 ડમ્પર સીલ
કચ્છ : જિલ્લામાં અવાર નવાર ખનિજ ચોરી થતી હોય છે, ખાસ કરીને પૂર્વ કચ્છમાં ખનિજ ચોરી કરતા તત્વો વધી ગયા છે . બે દિવસમાં 25 જેટલા ડમ્પર સીલ કરવામાં આવ્યા છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ પૂર્વ કચ્છમાં છેલ્લા બે દિવસથી ખાણ ખનીજ વિભાગ દ્વારા સામખિયાળી અને લાકડીયા વચ્ચે ગેરકાયદે રોયલ્ટી ચોરી કરતા ચાઈનાકલેનું વહન કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન છેલ્લા બે દિવસમાં 25 જેટલા ડમ્પર સીલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : કચ્છ જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં 1.60 લાખ યુવા મતદારોનો થયો વધારો
ખાણ ખનિજ વિભાગ દ્વારા ચાઇનાકલેનો 750 ટન જથ્થો સીલ કરાયો
ખાણ ખનિજ વિભાગ દ્વારા કુલ 750 ટન જેટલો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. દરેક વાહનમાં 30 ટન જેટલો જથ્થો ભરેલો હતો. આ ઉપરાંત તંત્ર દ્વારા ચાઈનાકલેના 1 ટન ઉપર 5,000 રૂપિયાનો દંડ અને દરેક ગાડી પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.તંત્ર દ્વારા કુલ બે દિવસમાં 4 કરોડ રૂપિયાનો મુદ્દમાલ કબ્જે કરવામાં આવ્યો હતો.આ કાર્યવાહીમાં ખાણ ખનીજ વિભાગના ખાણખનીજ અધિકારી વાડાના માર્ગદર્શન હેઠળ પ્રણવસીંઘ સહિતના અધિકારીઓ જોડાયા હતા.
આ પણ વાંચો : Uniform distribution Kutch : ભુજમાં આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ