ETV Bharat / state

કચ્છ જિલ્લામાં વેક્સિનના 27,230 માંથી 23,601 વાયલનો થયો ઉપયોગ, 3,629 વાયલ બરબાદ થયા - કચ્છમાં વેક્સિનેશનનો બગાડ

એક તરફ લોકોને રસી મળતી નથી તેવામાં કચ્છમાં 13 ટકા રસીના જથ્થાનો બગાડ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. કચ્છમાં વેક્સિનના 3,629 વાયલ બરબાદ થયા છે.

કચ્છ જિલ્લામાં વેક્સિનના 27,230 માંથી 23,601 વાયલનો થયો ઉપયોગ

author img

By

Published : May 25, 2021, 3:30 PM IST

  • વેક્સિનની એક વાયલ પર સરેરાશ 1થી 2 વ્યક્તિને અપાતી રસીનો થાય છે વ્યય
  • સરહદી વિસ્તારોમાં લોકો રસી માટે ફાંફા મારે છે
  • કચ્છ જિલ્લામાં 27,230 માંથી 23,601 વાયલનો ઉપયોગ થયો
  • વેક્સિનનો ઓછો જથ્થો અને લાભાર્થીઓ વધુ હોવાથી 2 ડોઝ વચ્ચે અંતર પણ વધારી દેવાયું
  • યોગ્ય વ્યવસ્થાના અભાવે વેક્સિનના ડોઝ બરબાદ થયા

કચ્છઃ રાજયમાં વેક્સિનેશન પર સરકારે ભાર મુકયો છે. સરકારે જોરશોરથી લોકોને રસી લેવા અપીલ કરી યુવાનોએ પણ રસી લેવા તત્પરતા દર્શાવી પરંતુ પરિસ્થિતિ એવી છે કે, ચારે બાજુથી ધસારો થતાં સરકાર ભીંસમાં આવી છે. જેના કારણે લોકોને વેક્સિન મળતી નથી. વેક્સિનનો ઓછો જથ્થો અને લાભાર્થીઓ વધુ હોવાથી 2 ડોઝ વચ્ચે અંતર પણ વધારી દેવાયું છે. આવા સમયે વેક્સિનની એક-એક વાયલનો સદુપયોગ થવો જરૂરી છે, પરંતુ અનેક જિલ્લાઓમાં યોગ્ય વ્યવસ્થાના અભાવે વેક્સિનના ડોઝ બરબાદ થયા છે.

આ પણ વાંચોઃ સુરત ગ્રામ્યમાં વધુ 1,559 લોકોનું વેક્સિનેશન કરાયું

કચ્છમાં 3,629 વેક્સિનના વાયલ બરબાદ થયા

કોરોના મહામારીમાં સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આવા સમયે વેક્સિન લઈ પોતાની જાતને તમામ લોકો સુરક્ષિત કરવા માંગે છે, પરંતુ લોકોને વેક્સિન મળતી નથી. પહેલા દર્દીઓને સારવાર આપવામાં તંત્ર નિષ્ફળ ગયું હતું. હવે વેક્સિન આપવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યું છે. કચ્છમાં 27,230 વેક્સિનનો જથ્થો આવ્યો છે. જેમાંથી 23,601 વાયલના જથ્થાનો ઉપયોગ થયો છે. અંદાજે 3,629 વાયલનો બગાડ થયો હોવાનું બહાર આવ્યું છે, જે સરેરાશ વેક્સિનના 13 ટકા છે.

વેક્સિનના એક વાયલમાંથી 10 લોકોને ડોઝ આપી શકાય

સામાન્ય રીતે કોવિશીલ્ડ કે કોવેક્સિનની એક વાયલમાંથી 11થી 12 લોકો રસીનો ડોઝ મેળવી શકે છે. તંત્રએ એક વાયલમાંથી 10 વ્યક્તિને સરેરાશ લાભ આપવાનું નક્કી કર્યું છે. જેથી દરેક વાયલ દીઠ 1થી 2 વ્યક્તિને અપાતી રસીનો વ્યય થાય છે. કેટલાક સેન્ટરોમાં અનુભવી સ્ટાફ દ્વારા આ વાયલના બગાડના બદલે તેનો સદુપયોગ કરાતો હોય છે. કેટલીક જગ્યાએ લાભાર્થીઓની સંખ્યા સીમીત હોય ત્યારે પણ ડોઝનો બગાડ થાય છે.

વેક્સિનનું વાયલ ખુલે એ પછી 4 કલાકમાં તમામ ડોઝનો વપરાશ કરવો પડે

એક બાજુ કોરોના હળવો થતા લોકો રસી લેવા લાઈનમાં ઉભા રહે છે. ધારેલા લક્ષ્યાંક મુજબ વેક્સિનેશન ન થવા પાછળ તંત્રનું કહેવું છે કે, સપ્લાય ઓછો આવે છે પરંતુ હકિકત એવી છે કે, ડોઝ તો આવે છે પણ રસીનો બગાડ થવાના કારણે વેક્સિનેશન થઈ શકતું નથી. વેક્સિનનું વાયલ ખુલે એ પછી 4 કલાકમાં તમામ ડોઝનો વપરાશ કરવો પડે, 1 વાયલમાં 11 ડોઝ હોય છે. ઘણીવાર વાયલ ખોલ્યા બાદ લાભાર્થી ન આવવાથી બાકીના ડોઝને વેસ્ટેજ ગણી નાશ કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે, ઘણા કિસ્સાઓમાં વેસ્ટેજ ડોઝ બાયો મેડિકલ વેસ્ટમાં નાખી દેવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.