કચ્છ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ સંયુકત ઓપરેશનમાં જખૌના દરિયા કિનારેથી 200 કરોડનું હેરોઈન (Kutch NDPS court) પકડી પાડ્યો હતો. જેમાં પાકિસ્તાનના કરાંચીના 6 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કચ્છની સ્પેશિયલ NDPS કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. (200 crore drug seizure case in Kutch)
વકીલે શું કહ્યું સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન તરફથી આવેલા 200 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે પાકિસ્તાનના કરાંચીના મોહમદ સોહેલ, મોહસીન સહજાદ, ઝહૂર અહેમદ, કામરાન મુસા, મોહમદ શફી અને ઇમરાન નામના 6 ખલાસીઓને ATS અને કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી લેવાયા હતા. આ ડ્રગ્સનો જથ્થો પંજાબના અમૃતસરની જેલમાં બેઠેલા નાઇજિરિયન કેદી અને પશ્ચિમ દિલ્હીના કપૂરથલા જેલના કેદી મહેરાજ રહેમાની અબ્દુલ સતારના ઇશારે પાકિસ્તાનથી વાયા કચ્છ થઈને પંજાબ માટે મંગાવ્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે. (Pakistan drug accused remanded)
જેલમાં બેઠેલા કેદીઓના કહેવાથી જથ્થો લેવા આવવાનું હતું મળતી માહીતી મુજબ ATS દ્વારા ડ્રગ્સ સાથે પકડાયેલા પાકિસ્તાની નાગરિકો પાસેથી વધુ વિગતો મેળવવા માટે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે ભુજની સ્પેશીયલ NDPS કોર્ટમાં રજુ કરાયા હતા. ડ્રગ્સ માફિયાઓ પોતાના મજબુત નેટવર્ક થકી આટલો મોટો જથ્થો મંગાવતા હોય તો, આ પકડાયેલા પાકિસ્તાની નાગરિકો પાસેથી દિલ્હી અને પંજાબની જેલમાં બેઠેલા કેદીઓના કહેવાથી કોણ જથ્થો લેવા આવવાનું હતું. તેમજ ક્યા રાજ્યમાં અને કોને મોકલવાનો હતો. તે તમામ પૂછપરછ રિમાન્ડ પીરીયડ દરમિયાન પૂછવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. (Drug accused in Kutch Special NDPS Court)
14 દિવસના રિમાન્ડની માંગણી સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જે સામે કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ ઉપરાંત પંજાબની જેલમાં રહેલા આરોપીઓ સામે અલગ કાર્યવાહી ચાલુમાં હોવાનું પણ જણાવ્યું હતું. ડ્રગ્સ જથ્થો મંગાવવા માટે ભારતમાંથી કોણે ફાઇનાન્સ કર્યું હતું. તો માલ મંગાવનારા વ્યક્તિઓના ત્રાસવાદી સંગઠનો સાથે જોડાયેલા છે કે, કેમ તેમજ અગાઉ પકડાયેલા ડ્રગ્સ માફિયાઓ સાથે આરોપીઓના કેટલા તાર જોડાયેલા છે. તે તમામ ખુલાસાઓ આગામી દિવસોમાં સામે આવશે. ત્યારે હાલ કોર્ટે આરોપીઓના આગામી 26મી સપ્ટેમ્બર બપોર સુધીના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 200 crore drugs from Jakhou beach