ભુજના હમીરસર તળાવ નજીક રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. 50 ફૂટ ઊંચા ભગવાન જગન્નાથજીનુ રથ આકર્ષણનું કેંન્દ્ર બન્યું હતું. પ્રથમ વખત ભુજમાં બે રથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક રથ સાધુ સંતો અને હરિભક્તો ખેંચી રહ્યા હતા. જ્યારે, બીજા રથને મહિલા અને યુવતીઓ ખેંચી રહી હતી. રથમાં જગન્નાથજી બિરાજમાન થઈને નગરચર્ચાએ નીકળ્યા હતાં.
ભુજમાં નીકળેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભકતો જોડાયા હતા. ભુજના રાજમાર્ગો જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠયાં હતા.