- રાપર તાલુકામાં વધુ 2 ઈંચ વરસાદ, વાગડવાસી ખુશખુશ
- ગુરુવારે સવારથી બપોર સુધી 2 ઇંચ વરસાદ વરસ્યો
- ગત રાત્રિના પણ 1 ઇંચ વરસાદ વરસ્યો હતો
કચ્છઃ જિલ્લાના રાપર તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસતાં લોકોમાં ખુશી જોવા મળી હતી. મામલતદાર એચ. જી. પ્રજાપતિ અને નાયબ મામલતદાર મહેશ ઠક્કરે જણાવાયું હતું કે છેલ્લાં 12 કલાકમાં 56 એમએમ વરસાદ સાથે કુલ 340 એમએમ વરસાદ થયો હતો. વરસાદની હેલીના લીધે રાપર શહેરમા પાણી વહી નીકળ્યા હતાં તો પ્રાંથણ વિસ્તારના ડેલા, મૌઆણા ,બાલાસર, ધબડા, વૃજવાણી શિરાંની વાંઢ સહિતના ગામોમાં ત્રણ ઈંચથી વધારે વરસાદ થયો હતો.
રાપર તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો
રાપર તાલુકાના ખેંગારપર, રામવાવ, ત્રંબો, જેસડા, નીલપર, ખીરઈ ચિત્રોડ, ફતેહગઢ, સણવા, આડેસર, માખેલ, પલાંસવા, ખડીર સહિત ના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તો બીજી બાજુ જનાંણ,રતનપર,ધોળાવીરા,અમરાપર, મોડા સલારી, કલ્યાણપર સઈ ,ડાભુંડા ,કિડીયા નગર, પ્રાગપર સહિતના ગામોમાં એકથી બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
વાગડ વિસ્તારમાં આનંદની લાગણી વ્યાપી ગઈ
રાપર તાલુકામાં વરસાદના લીધે કપાસ, એરંડા, મગ જુવાર સહિતના પાકને ફાયદો થશે. રાપર તાલુકામાં વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. આમ વાગડ વિસ્તારના ગામોમાં વરસાદ થતાં વાગડ વિસ્તારમા આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. આમ વરસે તો વાગડ ભલો એ કહેવત સાર્થક થતી જોવા મળે છે અત્યારે પણ વરસાદનો માહોલ જામ્યો છે અને વરસાદી ઝાપટાં વરસી રહ્યાં છે.
અનેક સ્થળોએ પાણી વહેતું જોવા મળ્યું
રાપર સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ગત રાત્રે શરૂ થયેલા વરસાદે રાત્રે ઝાપટાંના રૂપમાં પડતો રહ્યો હતો. ગુરુવાર સવારે ધોધમાર વરસાદ તૂટી શહેરની બજારોમાંથી પાણી વહી નીકળતાં જોવા મળતાં હતાં. તો અનેક સ્થળોએ પાણી ભરાયાં હતાં અને તળાવમાં નવા પાણીની આવક પણ થઈ હતી
આ પણ વાંચોઃ ઉકળતા તેલમાં હાથ નંખાવીને સત્યના પારખા કરાવનારા આરોપીઓ ઝડપાયા
આ પણ વાંચોઃ વરસે તો વાગડ ભલો હવે નર્મદાથી લીલાલહેર, એક લાખ હેકટરમાં વાવેતર