- માછીમારોને સ્થળાંતરિત કરવામાં આવ્યા
- દરિયામાં રહેલી બોટોને કિનારે પરત બોલાવાઈ
- જખૌ બંદરે 194 બોટોને કિનારે લંગર કરવામાં આવી
- બોટોને તાત્કાલિક પરત બોલાવાઈ
કચ્છ : 17 મે દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે વધુ પવન અને ઊંચા મોજા ઉછળવાની શક્યતાના પગલે દરિયામાં માછીમારી માટે ગયેલી બોટોને તાત્કાલિક પરત બોલાવી આસપાસના નજીકના બંદરે લંગર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : તૌકતે વાવાઝોડા બાબતે રાજ્ય સરકારની કેવી છે તૈયારીઓ જુઓ અમારો આ અહેવાલ
માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકાયો
તૌકતે વાવાઝોડાની અસર તળે દરિયો તોફાની બનવાની આગાહીના પગલે માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. તો કચ્છમાંથી માછીમારી કરવા માટે ગયેલી બોટોને પરત બોલાવવાની પ્રક્રિયા પણ આરંભી દેવામાં આવી છે. તે અંતર્ગત 18 મત્સ્ય ઉતરણ કેન્દ્ર પરથી માછીમારો અને ખલાસીઓને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
![જખૌ બંદર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-kutch-01-194-boats-were-anchored-off-the-coast-following-the-hurricane-at-jakhau-port-walkthrough-video-story-7209751_16052021110104_1605f_1621143064_331.jpg)
આ પણ વાંચો : ચિંતા ન કરશો, વાવાઝોડાને કારણે હોસ્પિટલોમાં લાઈટ જશે તો આ રહ્યો સરકારનો એક્શન પ્લાનઃ ઉર્જા પ્રધાને આપી માહિતી
194 બોટોને કિનારે લંગર કરવામાં આવી
જેના પગલે 194 બોટોને કિનારે લાંગરવામાં આવી છે અને પોરબંદર દ્વારકા, જામનગર, ઓખાના માછીમારોને બસ મારફતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તો અહીંના સ્થાનિક 150 જેટલા માછીમારોને પણ સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને જો કોઈ માછીમાર આ દરમિયાન માછીમારી કરવા દરિયામાં જશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને બોટ જપ્ત કરવામાં આવશે તથા ડીઝલ કાર્ડ તેમજ લાયસન્સ રદ કરવામાં આવશે.
![જખૌ બંદર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-kutch-01-194-boats-were-anchored-off-the-coast-following-the-hurricane-at-jakhau-port-walkthrough-video-story-7209751_16052021110104_1605f_1621143064_286.jpg)