ETV Bharat / state

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: અબડાસા બેઠકમાં 32 પૈકી 19 ફોર્મ ચકાસણી બાદ માન્ય - પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી

ગુજરાતમાં 3 નવેમ્બરે 8 વિધાનસભાની બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે, ત્યારે અબડાસા વિધાનસભા પેટા-ચૂંટણીમાં 32 ફોર્મ પૈકી 19 ફોર્મ ચકાસણી કર્યા બાદ માન્ય રાખવામાં આવ્યા છે.

Abdasa News
Abdasa News
author img

By

Published : Oct 18, 2020, 12:01 PM IST

  • અબડસા પેટા ચૂંટણી માટે 32 ફોર્મ પૈકી 19 ફોર્મ ચકાસણી કર્યા બાદ માન્ય
  • 19 મીએ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ ચિત્ર સ્પષ્ટ થશે
  • 3 ઓક્ટોબરે યોજાશે મતદાન

નલિયા: અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી માટે શનિવારે હાથ ધરાયેલી ફોર્મ ચકાસણી બાદ ભરાયેલા 32 પૈકી 19 ફોર્મ માન્ય રહ્યા હતા.

19 ફોર્મ માન્ય રાખ્યાં

શનિવારે સવારથી ફોર્મ ચકાસણી ચુંટણી અધિકારી જેતાવત દ્વારા ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં નલીયાની પ્રાંત કચેરી ખાતે હાથ ધરવામાં આવી હતી. જેમાં અપક્ષો અને રાજકીય પક્ષોના ડમી ઉમેદવારો સહિતના ફોર્મ રદ્દ થયા બાદ હવે માન્ય ફોર્મ 19 રહ્યા છે.

સમાજવાદી પાર્ટીનું ફોર્મ રદ્દ

ફોર્મ ચકાસણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર હનીફ જાકબ પડયારે અપક્ષ તરીકે અલગથી ફોર્મ ભરેલા તે માન્ય રહ્યા, જ્યારે સમાજવાદી પાર્ટીના મેન્ડેટ ઓરીજનલના બદલે ઈ-મેલ મારફતે આવેલા હતા તે રજૂ થયેલા હોવાથી ચુંટણી અધિકારી દ્વારા રદ્દ કરાયું હતું.

અપક્ષ ઉમેદવારના ફોર્મ પણ રદ્દ

અન્ય અપક્ષ ઉમેદવાર ભગવતી બ્રહ્મક્ષત્રીયએ અન્ય 31 ફોર્મ રજૂ કર્યાં છે. તેમના સોગંદનામાઓના પ્રથમ પાના ઉપર ઉમેદવારોએ સહી નહીં કરી હોવા તથા અન્ય અધુરાશોની યાદી સાથે 20 પાનાની વાંધા અરજી આપી હતી. જેને ચુંટણી અધિકારી દ્વારા માન્ય કરાઇ નહોતી.

19 ઓક્ટોબર ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ

રાજ્યની ખાલી પડેલી વિધાનસભાની તમામ 8 બેઠકો પર 2 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે. જેની ઉમેદવારી 19 ઓક્ટોબર સુધી પરત ખેંચી શકાશે. ઉલ્લેખનીય છે કે, આ તમામ 8 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.