- બાડા દરિયા કિનારે ચરસના 18 પેકેટ મળ્યા
- માંડવીમાં 3 દિવસમાં ચરસના 35 પેકેટ મળ્યા
- ચરસની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 52.50 લાખ
કચ્છઃ જિલ્લાના દરિયાઈ વિસ્તારમાંથી છેલ્લા 5 દિવસમાં મોટા પ્રમાણમાં ચરસના પેકેટ મળી આવ્યા છે. તો ગઈ કાલે બાડાના દરિયા કિનારે ફરી ચરસના 18 પેકેટ મળી આવ્યા હતા. બે દિવસ અગાઉ જ ધ્રબુડી દરિયાઇ વિસ્તારમાં ચરસના 13 અને ત્યાર બાદ 4 પેકેટ મળીને કુલ 17 પેકેટ મળ્યા બાદ બાડાના દરિયા કિનારેથી ચરસના 18 પેકેટ મળી આવ્યા હતા.
આ પણ વાંચોઃ શામળાજી પોલીસે ટેમ્પો ચાલક પાસેથી રૂપિયા 35.86 લાખનો ચરસનો જથ્થો કબ્જે કર્યો
બાડાના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના વધુ 18 પેકેટ મળી આવ્યા
માંડવીના ધ્રબુડીના દરિયા કિનારે પોલીસના સાગર રક્ષક દળના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન દરિયાના પાણીમાં તણાઈને આવેલા બિનવારસી હાલતમાં ચરસના 13 પેકેટ મળી આવ્યા હતા અને બીજા દિવસે 4 પેકેટ મળી આવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને એસઆરડીના જવાનો દ્વારા તપાસ જારી રાખવામાં આવી હતી. જેમાં ગઈકાલે બાડાના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના વધુ 18 પેકેટ મળી આવ્યા હતા.
આ પણ વાંચોઃ ATS અને SOGએ આબુરોડ-પાલનપુર હાઈવે પરથી 1 કરોડના ચરસ સાથે 2ની ધરપકડ કરી
છેલ્લાં 5 દિવસમાં ચરસના કુલ 54 પેકેટ મળી આવ્યા
કચ્છના વિવિધ દરિયાઈ વિસ્તારમાંથી છેલ્લા 5 દિવસથી જખૌના દરિયાઈ વિસ્તારમાંથી 19 અને માંડવીના ધ્રબુડીના દરિયા કાંઠેથી 17 અને ગઈ કાલે બાડાના દરિયા કિનારેથી 18 મળીને કુલ 54 જેટલા બિનવારસુ હાલતમાં કેફી દ્રવ્યોના પેકેટ્સ મળી આવ્યા છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 84.50 લાખ છે.
BSF અને ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.
કચ્છમાં અવાર-નવાર કેફી દ્રવ્યો દરિયાઈ વિસ્તારમાંથી મળી આવતા દેશની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે અને હાંલ છેલ્લા પાંચેક દિવસોથી BSF તથા ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.